GSTV

વર્લ્ડ ફેડરેશને થોમસ અને ઉબેર કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ મુલતવી, જાણો શું છે કારણ!

વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશને ડેનમાર્ક ખાતે યોજાનારી થોમસ અને ઉબેર કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ આવતા વર્ષ સુધી મુલતવી રાખી દેવાનો નિર્ણય લીધો છે. આમ કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં વિવિધ ટુર્નામેન્ટ મોકૂફ કે રદ થવાનો સિલસિલો જારી રહ્યો છે. આ એક ટુર્નામેન્ટનો તેમાં ઉમેરો થયો છે.

વિમેન્સ ટીમની જાહેરાત કરી

ટુર્નામેન્ટ માટે ભારતે તેની મેન્સ અને વિમેન્સ ટીમની જાહેરાત કરી દીધી હતી. ત્રીજી ઓક્ટોબરથી ડેનમાર્કના આરહસ ખાતે તેનો પ્રારંભ થનારો હતો. ભારતની સ્ટાર ખેલાડી પીવી સિંધૂ તેમાં ભાગ લેવાની ન હતી પરંતુ ભારતીય બેડમિન્ટન ફેડરેશને તેને વિનંતી કરીને ભાગ લેવા માટે મનાવી લીધી હતી. જોકે હવે આ ઇવેન્ટ જ રદ કરી દેવામાં આવી છે.

વિમેન્સ ટીમની જાહેરાત કરી

થોમસ અને ઉબેર કપમાંથી અગાઉ ઇન્ડોનેશિયા અને સાઉથ કોરિયાએ શુક્રવારે તેમના નામ પરત ખેંચી લીધા બાદ રવિવારે થાઇલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ચીની તાઇપેઈ અને અલ્જિરિયાએ કોરોનાને કારણે નામ પરત ખેંચી લીધા હતા. આ ઘટના બાદ વર્લ્ડ ફેડરેશને મંગળવારે ટુર્નામેન્ટ જ મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો.

READ ALSO

Related posts

નેપાળમાં ચીને જમીનનો કબજો કરતાં લોકો રસ્તા પર ઉતર્યા: ગો બેક ચાઈનાના નારા પણ લગાવ્યા, ઓલીની વધશે મુશ્કેલી

Arohi

AMC/ છ મહિના બાદ મળશે કોર્પોરેશનની સામાન્ય સભા, તમામને કોરોના રિપોર્ટ કરાવવો રહેશે ફરજીયાત

pratik shah

IPL 2020: સંજુ સેમસનની આક્રમક બેટિંગ, 19 બોલમાં જ પૂર્ણ કરી અડધી સદી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!