GSTV

હવાની સાથે વાતો કરે છે દુનિયાની સૌથી ઝડપી કાર, પ્રતિ કલાકે 508 કીમીની ઝડપે દોડી સ્થાપ્યો નવો વિશ્વવિક્રમ

હવા સાથે વાતો કરવાની કહેવતને અમેરિકાની એસએસસી ટુઆટારા નામની કારે સાચી સાબિત કરી બતાવી છે. આ કારનું તાજેતરમાં પરિક્ષણ કરવામાં આવ્યું હતું અને હવે દુનિયાની સૌથી ઝડપી કારનો રેકોર્ડ તેણે પોતાના નામે કરી લીધો છે. ટુ આટારાએ પ્રતિ કલાક 508 કિલોમીટરની ઝડપે દોડીને એક નવો વિશ્વ રેકોર્ડ સર્જયો છે.

આ પહેલાંનો રેકોર્ડ કોનીગ્સેગ આગેરા નામની કારના નામે હતો. આ કારે 447.19 કિલોમીટરની ઝડપ નોંધાવી હતી. ઝડપના પરીક્ષણ દરમિયાન કારમાં સ્ટ્રીટ ટાયર્સ અને નોન રેસ ફ્યુલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગાડીને ઓલિવર વેબે ડ્રાઈવ કરી હતી. જે પોતે કાર રેસિંગમાં મોટું નામ ધરાવે છે.

ટુ આટારાએ પહેલા પ્રયાસમાં 301.01 માઈલ પર અવર અને બીજા પ્રયાસમાં 331.15 માઈલ પર અવરની સ્પીડ નોંધાવી હતી. આમ આ કારે સરેરાશ 31ગ6 માઈલ પર અવર એટલે કે 508 કિલોમીટરની ઝડપ નોંધાવી છે. કારે જ્યારે દોડ લગાવી ત્યારે સ્પેશ્યલ જીપીએસની મદદથી તેને ટ્રેક કરવામાં આવી હતી. તેના પર નજર રાખવા માટે 15 સેટેલાઈટ્સને કામે લગાવાયા હતા.

કારના ડ્રાઈવર ઓલિવર વેબે કહ્યું હતું કે, કાર હજી પણ વધારે સ્પીડથી ચાલી શકી હોય પણ અમે હવાથી વિરુધ્ધ દિશામાં કાર દોડાવી રહ્યા હોવાથી ઝડપ આટલી નોંધાઈ હતી. આ કારમાં ટ્વિટન ટર્બો 5.9 લિટર એન્જિન લગાવાયું છે. જે 1,726 બીપીએચ પેદા કરે છે. ગાડીનું વજન 1,247 કિલો છે. કંપનીએ આવી સો જ કારનું પ્રોડક્શન કર્યુ છે.

READ ALSO

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!