GSTV
News Trending World

ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર

મોસ્કો: ચીનના નેતા જિનપિંગ રશિયાના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ચીનના નેતા જિનપિંગની રશિયાની આ સૌપ્રથમ મુલાકાત છે. આ ઉપરાંત છેલ્લા ચાર વર્ષમાં જિનપિંગની રશિયાની પ્રથમ મુલાકાત છે. બંને વચ્ચેની આ મુલાકાત વૈશ્વિક રાજકારણમાં હલચલ મચાવનારી લેખાય છે. ચીન અને રશિયા બંનેએ આ મુલાકાતને મિત્રતાની કોઈ મર્યાદા નથી તે પ્રકારની મુલાકાત ગણાવી છે. ચીન ઊર્જા ભૂખ્યા દેશ તરીકે રશિયાને ઓઇલ-ગેસ ક્ષેત્રમાં ઊર્જાના મોટા સ્ત્રોત તરીકે જોઈ રહ્યું છે.

તેની સાથે બંને દેશ વૈશ્વિક રાજકારણમાં અમેરિકાના પ્રભુત્વના વિરોધમાં છે. ક્રેમલિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે પુતિન અને જિનપિંગ યુક્રેન સંલગ્ન મુદ્દા પર પણ ચર્ચા કરશે. પુતિન જિનપિંગને યુક્રેન અંગે તલસ્પર્શી સમજૂતી આપે તેમ મનાય છે. પુતિન ક્રેમલિન ખાતે જિનપિંગની હાજરીને રાજકીય વિજય તરીકે રજૂ કરવા માંગે છે. તેના દ્વારા તે યુક્રેન સાથે જોડાયેલા પશ્ચિમી દેશોને સંદેશો આપવા માંગે છે કે રશિયાને એકલુ પાડવાના પ્રયત્નો છતાં પણ રશિયા હજી એકલું નથી પડયુ. તેના સાથીઓ છે.

તેની સામે ચીન જિનપિંગની મુલાકાતને સામાન્ય રાજકીય વ્યવહાર ગણાવી રહ્યું છે. બૈજિંગે તાજેતરમાં ઇરાન અને સાઉદી અરેબિયા વચ્ચે ઠંડા પડેલા સંબંધોમાં ફરીથી ઉષ્મા ભરી અને બંને વચ્ચેની દુશ્મનીનો અંત આણ્યો પછી બૈજિંગનો મધ્ય એશિયામાં પ્રભાવ

વધ્યો છે. આ સફળતાથી પ્રેરાઈને જિનપિંગ હવે વૈશ્વિક રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવવા આતુર છે. રાષ્ટ્રપતિ જિનપિંગ પુતિન સાથે દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરશે અને આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વૈચારિક આપલે કરશે. તેમણે જણાવ્યું હતું કે જિનપિંગનું ધ્યેય બંને દેશ વચ્ચે યૂહાત્મક સહયોગ અને વ્યવહારુ સંબંધોને વિકસાવવાનું છે. ચીને ગયા મહિને યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધવિરાણ અને શાંતિની વાત કરી હતી. યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સ્કીએ બૈજિંગની આ સંડોવણીને સાવધાનીપૂર્વક આવકારી હતી. ક્રેમલિને બૈજિંગનો પીસ પ્લાન સ્વીકાર્યો હતો અને તેના પર પુતિન અને જિનપિંગ વચ્ચે ચર્ચા પણ થશે. જો કે અમેરિકાએ તો ચીનના પીસ પ્લાનને નકારી કાઢ્યો છે. યુક્રેનના સત્તાવાળાઓએ પણ જણાવ્યું હતું કે તેઓ અમારા પર શાંતિ સંધિ લાદી ન શકે.

યુક્રેનના નેશનલ સિક્યોરિટી એન્ડ ડિફેન્સ કાઉન્સિલના સેક્રેટરી ઓલેક્સી ડેનિલોવે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કાયદો અને યુએન ચાર્ટર મુજબ યુક્રેનની જમીન પરથી રશિયાના દળોએ હટી જવું જોઈએ. તેના પછી જ બીજી વાત થાય.

ચીનના પ્રમુખ જિનપિંગ રશિયા તેવા સમયે આવ્યા છે જ્યારે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે રાષ્ટ્રપતિ પુતિનને ગુનેગાર જાહેર કરી યુદ્ધગુના માટે દોષિત જાહેર કરી તેમની ધરપકડનું વોરંટ જાહેર કર્યુ છે. રશિયાએ જણાવ્યું હતું કે તે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની અધિકૃતતાને માન્ય ગણતું નથી.

યુદ્ધગ્રસ્ત સેવાસ્ટાપોલની મુલાકાત પણ લીધી

પુતિને મારિપુપોલની મુલાકાત લઈને બધાને ચોંકાવ્યા

  • મારિયુપોલ અને સેવાસ્તાપોલ એક વર્ષ ચાલેલા યુદ્ધમાં ખંડેર જેવા થઈ ગયા છે

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને મારિયુપોલમાં જઈને બધાને ચોંકાવ્યા હતા. પુતિને મારિયુપોલ ઉપરાંત સેવાસ્તાપોલની મુલાકાત લીધી હતી. યુક્રેને આ મુલાકાત સામે ભારે વાંધો ઉઠાવ્યો હતો. પુતિને આ મુલાકાત ક્રીમિયાના રશિયા સાથેના રિયુનિફિકેશનની નવમી તિથિના દિવસે લીધી હતી. રશિયા-યુક્રેન વચ્ચે એક વર્ષ સુધી ચાલેલા યુદ્ધમાં આ બંને શહેર એકદમ ખંડેર જેવા થઈ ગયા છે.

પુતિન સેવાસ્તાપોલમાં કાર ચલાવતા જોવામાં આવ્યા. તેના પછી મારિયુપોલનો પ્રવાસ તેમણે હેલિકોપ્ટરમાં ખેડયો હતો. સેવાસ્તાપોલના ગવર્નર મિખાઇલ રેઝવોઝયેવે તેનો વિડીયો ટેલિગ્રામ પર મૂક્યો છે. રશિયાની ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે અમારા પ્રેસિડેન્ટ જાણે છે કે લોકોને કેવી રીતે ચોંકાવવા.

પુતિન છેવટે આ સ્થળે વ્યક્તિગત રીતે આવ્યા. તેમણે જાતે થોડો સમય કાર ચલાવી. આ ઐતિહાસિક દિવસે રાષ્ટ્રપતિ હંમેશા સેવાસ્ટાપોલ અને તેના લોકો સાથે જોડાયેલા છે.

READ ALSO

Related posts

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

આદિપુરુષનું એક્શન ટ્રેલર લોન્ચ, રાવણ સામે લડતા દેખાયા રામ, જમા થઈ હજારોની ભીડ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોને મદદના નામે આપી 2-2 હજારની નોટ! બીજેપી અને TMC સામસામે

Vushank Shukla
GSTV