GSTV
Home » News » આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ,આ શહેરમાં પર્યાવરણની સ્થિતિ છે ખૂબ જ દયનીય

આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ,આ શહેરમાં પર્યાવરણની સ્થિતિ છે ખૂબ જ દયનીય

વિશ્વ પર્યાવરણ દિવસે જામનગરની વાત કરીએ તો, પર્યાવરણની સ્થિતિ ખૂબ જ દયનીય છે.જામનગરની કુલ 7 લાખની વસ્તી સામે વૃક્ષોની સંખ્યા ફક્ત 46 હજાર છે. મતલબ કે 15 લોકો સામે ફક્ત એક જ વૃક્ષ છે. ત્યારે જામનગરને હરિયાળુ બનાવવા તંત્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિતે કુલ 5 હજાર 700 વૃક્ષો વાવવાનું આયોજન કરાયું છે.

ગ્લોબલ વોર્મિંગના માઠા પરિણામો ગુજરાતના અન્ય શહેરોની જેમ જામનગરવાસીઓ પણ ભોગવી રહ્યા છે.ત્યારે પર્યાવરણની સુરક્ષા માટે તંત્રએ ફરી એક વખત કમર કસી છે… જામનગર મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિતે વિવિધ સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓના સહયોગથી શહેરમાં 5 હજાર 700 વૃક્ષો વાવવાનું આયોજન કરાયું છે.જે ગત વર્ષ કરતા 700 વધુ છે. મનપા દ્વારા આ માટે વિશેષ બજેટની પણ ફાળવણી પણ કરાઇ છે.

જામનગરમાં 7 લાખની વસ્તી સામે ફક્ત 46 હજાર વૃક્ષો છે. ત્યારે ગ્લોબલ વોર્મિંગને નાથવા લોકો વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરે તેવી અપીલ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરવામાં આવી છે. પર્યાવરણની સુરક્ષા કરવામાં તંત્ર ક્યાંકને ક્યાંક નિષ્ફળ નીવડ્યું છે… ત્યારે ફક્ત પર્યાવરણ દિવસે જ વૃક્ષારોપણ કરવાને બદલે સમગ્ર વર્ષ દરમ્યાન વૃક્ષો વાવવાની પ્રવૃતિ અને માવજત હાથ ધરવામાં આવે તે જરૂરી છે…

READ ALSO

Related posts

સુરત: જમીન ખરીદીમાં કૌભાંડ થયાની આશંકા, જમીન માલિકે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર

Riyaz Parmar

મહેસાણાના ખેડૂતોની વ્યથા : મોદીજી- આપણું ગુજરાત તમારા ગયા બાદ બદલાઈ ગયું છે

Nilesh Jethva

VIDEO: સાપ તડપતો રહ્યો, સમડી તેને ફાડીને ખાતો રહ્યો, વીડિયો વાયરલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!