GSTV
Home » News » વિશ્વ પર્યાવરણ દિવસ: અહીંયા બની છે એશિયાના સૌથી ઊંચા વૃક્ષની સમાધિ

વિશ્વ પર્યાવરણ દિવસ: અહીંયા બની છે એશિયાના સૌથી ઊંચા વૃક્ષની સમાધિ

વિશ્વ પર્યાવરણ દિવસે જણાવીએ કે એવા વૃક્ષની જેની સમાધિ બનાવવામાં આવી છે. ઉત્તરાખંડની જોનસાર બાવરના પુરોલા-ત્યૂની રોડ માર્ગ પર 208 વર્ષ જૂના મહાવૃક્ષની સમાધિ કરવામાં આવી છે. અને તે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વર્ષ 1997માં પર્યાવરણ અને વન મંત્રાલયે આ વૃક્ષને મહાવૃક્ષ જાહેર કર્યું હતું.

2007માં આવેલા તોફાનમાં આ વૃક્ષ પડી ગયું હતું. 60.65મીટર ઊંચા આ વૃક્ષની સમાધિ પર રોજના સેંકડો લોકો પહોંચે છે. જોનસાર-બાવરથી સટે બંગાળ વિસ્તારની નદી જંગલ વિભાગના દેવતા રેન્જ ઠડિયારની સીમા હનોજથી લાગે છે. હનોજથી પાંચ કિલોમીટર દૂર દેવતા રેન્જના ખૂનીગાડની પાસે ભાસલા બીટમાં એશિયા મહાદ્વિપના સૌથી ઊંચા વૃક્ષની સમાધિ છે.

આ અમુલ્ય સંપત્તિના સંરક્ષણ માટે વન વિભાગે સંગ્રહાલય બનાવ્યું છે, ત્યાં ચીડ મહાવૃક્ષના આવશેષો રાખવામાં આવ્યા છે. વન વિભાગ તરફથી દર વર્ષે એકથી સાત જુલાઈમાં પ્રદેશ આખામાં વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં બધે છોડ રોપવામાં આવે છે. મહાવૃક્ષની સમાધિ પાસે વન વિભાગ તરફથી લખવામાં આવ્યું છે કે વૃક્ષનું બેથી પાંચ જાન્યુઆરી 2007 સુધી ઉપચાર કરવામાં આવ્યો હતો.

વૃક્ષ તેના મૂળમાંથી લગભગ સાડા ત્રણ ફૂટ સુધી ખવાઈ(અંદરથી ખરાબ) ગયું હતું. જેનો ભારતીય વન અનુસંધાન સંસ્થા દેહરાદૂનના પેથોલોજી વિભાગના અધ્યક્ષ પ્રો. એએન શુક્લાના નેતૃત્વમાં ચાર દિવસ તેનો ઉપચાર કરવામાં આવ્યો હતો, પરંતુ 8 જાન્યુઆરી 2007ના રોજ આવેલા તોફાનમાં તે પડી ગયું હતું. સમાધિમાં રાખેલા આ વૃક્ષના અવશેષોને સાચવવા માટે વર્ષમાં એક વાર મોનોક્રોટોર્ફાસનો છંટકાવ કરવામાં આવે છે.

Read Also

Related posts

પાકિસ્તાન ન જવાની સજા ભારતના મુસ્લિમો ભોગવી રહ્યા છે : આઝમ ખાન

Mayur

કર્ણાટકમાં કુમારસ્વામીની સરકારનો સોમવારે છેલ્લો દિવસ છે

Mayur

બોયફ્રેન્ડને લઈ સોનાક્ષીએ કર્યો ખુલાસો, માતા-પિતાએ મૂકી શરત, હવે મળવો મુશ્કેલ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!