GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

1930 બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવશે મોટી તબાહી, માથાદીઠમાં આવકમાં થશે ઘટાડો

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) માનવું છે કે, વર્ષ 2020માં વૈશ્વિક અર્થતંત્ર માટે ખૂબ ખરાબ રહી શકે છે. આઇએમએફનો અંદાજ છે કે, આ વર્ષે વૈશ્વિક અર્થતંત્રમાં 1930 ના દાયકા પછીનો સૌથી મોટો ઘટાડો જોવા મળશે. આઈએમએફના ડાયરેક્ટર ક્રિસ્ટલીના જ્યોર્જિવાએ ગુરુવારે કહ્યું હતું કે, 2020માં વિશ્વના 170થી વધુ દેશોની માથાદીઠ આવકમાં ઘટાડો થશે.

કોરોનાના કારણે અબજો લોકો થશે પ્રભાવિત

આવતા અઠવાડિયાની આઇએમએફ અને વર્લ્ડ બેંકની બેઠક પૂર્વે ‘સંકટ સામે ટક્કર: વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે પ્રાથમિકતા’ વિષય પરના પોતાના સંબોધનમાં જ્યોર્જિવાએ કહ્યું હતું કે, આજે વિશ્વ એક એવી કટોકટીનો સામનો કરી રહ્યું છે, જે આ પહેલાં ક્યારેય ન જોયું હોય. કોવિડ -19 એ ઝડપથી આપણી આર્થિક અને સામાજિક સ્થિતિ બગાડી છે. અમે આ પહેલાં ક્યારેય જોયું ન હતું.
તેમણે કહ્યું કે, આ વાયરસને કારણે લોકોના મોત થઈ રહ્યા છે, અને તેનો સામનો કરવા માટે લોકડાઉન કરવું પડશે, જેનાથી અબજો લોકો પ્રભાવિત થયા છે. જો કે, થોડા અઠવાડિયા પહેલા બધુ સામાન્ય હતું. બાળકો શાળાએ જતા હતા, લોકો નોકરી પર જતા હતા, અમે પરિવાર અને મિત્રો સાથે હતાં. પરંતુ આજે આ બધું કરવુ જોખમરૂપ છે.

અર્થવ્યવસ્થામાં થશે મોટો ઘટાડો

જ્યોર્જિવાએ વધુમાં જણાવ્યું હતું કે, આ કટોકટીના સમયગાળા વિશે વિશ્વ અપવાદરૂપે અનિશ્ચિતાઓમાં ઘેરાયેલુ છે. પરંતુ તે પહેલાથી સ્પષ્ટ છે કે, 2020 માં વૈશ્વિક વિકાસ દરમાં તીવ્ર ઘટાડો થશે. તેમણે કહ્યું, “અમે અપેક્ષા રાખીએ છીએ કે, આ મહામારી પછી આપણે સૌથી મોટો ઘટાડો જોઈશું.”

170થી વધુ દેશોની માથાદીઠ આવક ઘટશે

આઇએમએફના વડાએ કહ્યું કે, માત્ર ત્રણ મહિના પહેલા અમે અપેક્ષા કરી હતી કે, આપણા 160 સભ્ય દેશોમાં માથાદીઠ આવક 2020માં વધશે. હવે બધું બદલાઈ ગયું છે. માથાદીઠ આવક હવે 170 થી વધુ દેશોમાં ઘટવાનો અંદાજ છે. આ મહામારી વિશ્વના અર્થતંત્રના સૌથી ખરાબ તબક્કા તરીકે જોવાઈ રહી છે.

READ ALSO

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!