GSTV
Home » News » દુનિયા દેવાના બોજ તળે દટાઇ : બજાર બેકાબુ બનશે, ભયંકર મંદીના ભણકારા

દુનિયા દેવાના બોજ તળે દટાઇ : બજાર બેકાબુ બનશે, ભયંકર મંદીના ભણકારા

એક તરફ વિકાસની વાતો થઇ રહી છે. ત્યારે બીજી તરફ બહાર આવતી વાસ્તવિકતા અનુસાર વિકાસની આ દોટમાં દુનિયા દેવાના બોજ તળે દટાઇ રહી છે. સમગ્ર વિશ્વમાં મંદિરના માહોલ વચ્ચે ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર વિશ્વમાં ખાનગી અને જાહેર મળી કૂલ 1.64 લાખ અબજ ડોલર દેવુ થઇ ગયું છે. આ આંકડા તો વર્ષ 2016ના છે. ત્યાર બાદ દેવામાં વધારો થયો છે.

2009 પછી ફરીથી દુનિયા દેવાના બોઝ તળે આવી ચૂકી છે. રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે હવે ફરીથી જગત પર મંદીનો ભય તોળાઈ રહ્યો છે. અને જો આ વખતે મંદી આવશે તો ભારે પડી જશે. ફિસ્કલ મોનિટર નામના રિપોર્ટમાં કહેવાયુ છે કે 2016માં જે દેવુ હતુ એ વૈશ્વિક ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ (GDP) કરતાં 225 ટકા વધારે હતું. વધારે પડતા દેવાને કારણે કોઈ પણ સરકાર મંદીના સમયમાં મુશ્કેલીમાં આવી પડશે. કેમ કે દેવુ વધશે એટલે બજાર બેકાબુ બની જશે. વધુમાં નબળી આર્થિક સ્થિતિ આવશે ત્યારે સરકાર પણ અર્થતંત્રને બચાવી શકશે નહીં. ભારત જેવા દેશોની સ્થિતિ જોકે સારી છે.

ભારતમાં GDPનું 70.2 ટકા દેવુ નોંધાયુ હતુ. એટલે કે રાષ્ટ્રના કુલ ઉત્પાદન કરતા દેવુ ઓછુ છે. 164 ટ્રિલિયન ડોલરના દેવા પૈકી 63 ટકા રકમ નોન ફાઈનાન્સિયલ પ્રાઈવેટ સેક્ટરનું દેવુ છે, જ્યારે બાકીનું 37 ટકા ડેબ્ટ પબ્લિક સેક્ટરનું છે. વિકસી રહેલા દેશોના દેવામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમ કે 2007થી અત્યાર સુધી જેટલું વૈશ્વિક દેવું વધ્યુ તેમાંથી એકલા ચીનનો ફાળો 43 ટકા છે. જીડીપી કરતાં દેવુ સતત વધતુ જાય એ ચિંતાનો વિષય છે.

અત્યારે બીજા વિશ્વયુદ્ધ પછી જીડીપીના પ્રમાણમાં દેવાની સ્થિતિ નબળી નોંધાઈ રહી છે. આખી દુનિયાનું દેવુ વધતુ જાય છે, ત્યારે જે અર્થતંત્ર વિકાસ પામી રહ્યા છે, તેમણે ખાસ પોતાના દેવા પર લગામ તાણવાની જરૂર છે, એવું રિપોર્ટમાં કહેવાયુ છે. જોકે દેવામાં વધારે હિસ્સો એડવાન્સ ઈકોનોમી ગણાતા વિકસીત રાષ્ટ્રોનો છે. વિકસીત રાષ્ટ્રો પૈકી મોટા ભાગના દેશોમાં દેવું જીડીપીના 85 ટકા કરતા વધારે નોંધાયુ છે.

Related posts

અયોધ્યા વિવાદને લઈને આજથી સુપ્રીમમાં અંતિમ તબક્કાની સુનાવણી, જિલ્લામાં કલમ 144 લાગુ

Arohi

ચોમાસાએ હળવા પગલે વિદાય લીધી, પણ મચ્છરોના ઉપદ્રવથી ઘરે ઘરે ડેન્ગ્યૂના કેસો વધ્યા

Dharika Jansari

મોદી સરકારના મંત્રીએ મંદી અને ફિલ્મોની કમાણીને જોડતુ નિવેદન પાછુ ખેંચ્યુ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!