GSTV

ટી20 વર્લ્ડ કપ મોકૂફ થતાં ભારતમાં યોજાનારા 2023ના વર્લ્ડ કપને પડી આ અસર, માર્ચ-એપ્રિલમાં નહીં થાય આયોજન

20

Last Updated on July 21, 2020 by Bansari

કોરોના વાયરસની મહામારીને કારણે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વર્લ્ડ કપને આઇસીસીએ સોમવારે મુલતવી રાખ્યો હતો. ટી20 વર્લ્ડ કપ મુલતવી રાખવામાં આવતાં ભારત માટે હવે આઇપીએલનો માર્ગ તો મોકળો બની ગયો છે પરંતુ સાથે સાથે 2023માં ભારતમાં યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ પર અસર પડનારી છે. આઇસીસીના આ નિર્ણયથી હવે ભારતમાં માર્ચ-એપ્રિલમાં યોજાનારો વન-ડે વર્લ્ડ કપ ઓક્ટોહર-નવેમ્બ સુધી પાછો ઠેલાઈ ગયો છે.

આઇસીસી ત્રણ મેન્સ મેગા ઇવેન્ટ માટે સહમત

icc

ટી20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં 18મી ઓક્ટોબરથી 15મી નવેમ્બર દરમિયાન યોજાનારો હતો પરંતુ કોરોનાને કારણે સમગ્ર વિશ્વ પર અનિશ્તતાના વાદળો ઘેરાયેલા છે. આઇસીસી હવે ત્રણ મેન્સ મેગા ઇવેન્ટ માટે સહમત છે. જેમાં ઓક્ટોબર 2021માં અને ઓક્ટોબર 2022ના ટી20 વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 2023માં યોજાનારા વન-ડે વર્લ્ડ કપનો પણ સમાવેશ થાય છે. જે આઇસીસીએ એ જાહેરાત કરી નથી કે આગામી બે ટી20 વર્લ્ડ કપ કયા સ્થળે યોજાશે. મૂળ કાર્યક્રમ મુજબ 2021નો ટી20 વર્લ્ડ કપ અને 2023નો વન-ડે વર્લ્ડ કપ ભારતમાં ચોજાનારો હતો.

2023ના માર્ચ-એપ્રિલને બદલે હવે ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ યોજાશે

આઇસીસીનું કહેવું છે કે વન-ડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ થવા માટે ટીમોને સમય મળી રહે તે માટે 2023ના માર્ચ-એપ્રિલને બદલે હવે ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ યોજાશે. આ સમયનો ઉપયોગ એ સિરીઝના ફરીથી આયોજન માટે કરાશે જે કોરોનાને કારણે યોજી શકાઈ નથી. સાથે સાથે એ પણ નક્કી થઈ જશે કે ક્વોલિફિકેશન માટે મેદાન પર જ મેચ રમાય અને ટીમોનો નિર્ણય લેવાય.
જોકે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડમાં યોજાનારા વિમેન્સ વર્લ્ડ કપના કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરાયો નથી. આમ તેનું આયોજન નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ થશે.

Read Also

Related posts

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના મેક ઓવર માટે કરવી પડશે ખાસી મહેનત, પાંચ વર્ષમાં ખર્ચવા પડશે 37500 કરોડ

Vishvesh Dave

ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોને જેલભેગા કરાશે : ઘણાએ ધંધો બંધ કરી દીધો, પોલીસ કાર્યવાહીનો ડર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!