GSTV
Gujarat Government Advertisement

વર્લ્ડ કપ વિજેતા …ને રૂા. 27 કરોડનું ઈનામ, વિમ્બલ્ડન ચેમ્પિયન …ને રૂા. 20 કરોડ!

Last Updated on July 15, 2019 by Mayur

દર ચાર વર્ષે યોજાતા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ અને દર વર્ષે રમાતી વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપની ઈનામી રકમ વચ્ચેનું અંતર રમતના ચાહકો માટે ભારે આશ્ચર્યનું કારણ બન્યું હતુ. આઇસીસી વર્લ્ડ કપમાં વિજેતા બનેલી આખી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને ૪૦ લાખ ડોલર (આશરે ૨૭.૪૨ કરોડ રૂપિયા)નું રોકડ ઈનામ ચૂકવવામાં આવ્યું હતુ. 

જ્યારે વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમમાં મેન્સ સિંગલ્સ ચેમ્પિયન બનેલા યોકોવિચને એકલા ને જ ૨૩.૫ લાખ પાઉન્ડ (આશરે રૂપિયા ૨૦ કરોડ)ની પ્રાઈઝ મની ચૂકવવામાં આવી હતી. વર્લ્ડ કપ વિજેતા ટીમને આઇસીસીએ આપેલું રોકડ ઈનામ ટીમના ૧૫ ખેલાડીઓ ઉપરાંત કોચિંગ સ્ટાફની વચ્ચે વહેંચાશે એટલે ખેલાડીના ભાગે વ્યક્તિગત રીતે તો ખુબ જ ઓછી રકમ આવશે.

ઈનામી રકમના મામલે વિમ્બલ્ડન ક્રિકેટના વર્લ્ડ કપ કરતાં ચડિયાતું સાબિત થયું હતુ. વિમ્બલ્ડનની એક ટુર્નામેન્ટની પ્રાઈઝમનીમાંથી પાંચ વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમોને રોકડ ઈનામ વહેંચી શકાય તેમ છે. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની કુલ ઈનામી રકમ ૧ કરોડ ડોલર (આશરે ૬૭ કરોડ રૂપિયા) થવા જાય છે. 

જ્યારે ૨૦૧૯ની વિમ્બલ્ડન ચેમ્પિયનશીપની કુલ ઈનામી રકમ ૩૮ લાખ પાઉન્ડ (આશરે રૂપિયા ૩૨.૭૫ કરોડ) છે. ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમા હારનારી ન્યૂઝીલેન્ડની આખી ટીમને ૨૦ લાખ ડોલર (અંદાજે ૧૪ કરોડ રૂપિયા)ની પ્રાઈઝ મની ચૂકવાઈ હતી. જ્યારે વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સમાં રનર્સ અપ બનેલી સ્વિસ લેજન્ડ ફેડરરને ૧૧.૭૫ લાખ પાઉન્ડ (આશરે ૧૦.૧૩ કરોડ)એનાયત કરવામાં આવ્યા હતા. 

સેમિ ફાઈનલમાં હારેલી ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમોને ૮-૮ લાખ ડોલર્સ (આશરે ૫.૫૦ કરોડ) ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે વિમ્બલ્ડનની સેમિ ફાઈનલમાં હારેલા નડાલ અને આગટને ૫.૮૮-૫.૮૮ લાખ પાઉન્ડ (૫.૦૭ કરોડ)ની પ્રાઈઝમની મળી હતી. 

સ્પોર્ટસ વર્લ્ડ કપની મેજર ઈવેન્ટ્સની ઈનામી રકમ

  • ઈવેન્ટ કુલ ઈનામી રકમ(રૂા.) વિજેતા(રૂા.)
  • ક્રિકેટ વર્લ્ડ કપ ૬૯ કરોડ ૨૭ કરોડ
  • વિમ્બલ્ડન ૩૨૮ કરોડ ૨૦ કરોડ
  • ફિફા વર્લ્ડકપ-૨૦૧૮ ૨,૭૮૬ કરોડ ૨૬૧ કરોડ

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel

મોટી દુર્ઘટના: ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નિકળી, 18 લોકોના ઘટનાસ્થળે થયાં મોત

Pravin Makwana

લોકો ભરાયા: કોરોનાના ડરથી જે લોકોએ ઉકાળો પીધો છે તેમનામાં જોવા મળી રહી છે આ બિમારી, સોશિયલ મીડિયાના જ્ઞાનથી જાતે ન બનો ડોક્ટર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!