GSTV
Home » News » ભારતનો વર્લ્ડ કપ પહેલા મોટો ફેંસલો, રીષભ પંત અને અંબાતી રાયડુ જશે ઈંગ્લેન્ડ

ભારતનો વર્લ્ડ કપ પહેલા મોટો ફેંસલો, રીષભ પંત અને અંબાતી રાયડુ જશે ઈંગ્લેન્ડ

Rishabh Pant World Cup

વિકેટકિપર રીષભ પંત, બેટ્સમેન અંબાતી રાયડુ અને બોલર નવદીપ સૈનીને ભારતે 30 મેથી બ્રિટનમાં શરૂ થનારા વર્લ્ડ કપ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. ICCએ સંભાવિત ખેલાડી પસંદ કરવાની પ્રકિયા પૂર્ણ કરી દીધી છે.

BCCIની પાસે આ ત્રણ ખેલાડીની સાથે બીજા અન્ય ખેલાડીઓની પણ પસંદગી કરવાનો વિકલ્પ છે. પરંતુ અન્ય ખેલાડીને પસંદ કરવાની શક્યતા બહુ ઓછી છે. જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થશે તો સ્ટેન્ડ બાય ખેલાડીને રમવાનો મોકો મળી શકે છે. અને ટીમને પ્રેકિટસ કરવા માટે 3 બોલર પણ સાથે જશે.

BCCIનાં એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું કે ICC ચેમ્પિયન ટ્રોફીની તરફ અમારી પાસે 3 ખેલાડી સ્ટેન્ડ બાય રહેશે. જેમાં પ્રથમ ક્રમે રીષભ પંત અને બીજા નંબરે અંબાતી રાયડુ સ્ટેન્ડ બાય રહેશે. જ્યારે સૈનીને બોલર તરીકે સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવ્યો છે.ખલીલી અહમદ, આવેશ ખાન અને દીપક ચહર નેટ બોલરનાં રૂપમાં ટીમની સાથે જશે.

ટીમ મેનેજમેન્ટને જરૂર જણાશે તો જ સ્ટેન્ડ બાય ખેલાડીને ટીમમાં સમાવેશ કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે ખલીલ, આવેશ અને દીપક સ્ટેન્ડ બાય ખેલાડી નથી. બોલરમાં તેમનો સમાવેશ થવાની શક્યતા છે. પરંતુ બેટ્સમેન તરીકે રીષભ પંત અથવા રાયડુને તક મળી શકે છે

વર્લ્ડ કપ રમવા જનારી ભારતીય ટીમનાં ખેલાડીઓને યો-યો ટેસ્ટ કરવામાં આવશે કારણ કે 12 મેનાં રોજ IPL સમાપ્ત થઈ રહી છે. અધિકારીએ જણાવ્યું કે IPLમાં રમવાનાં કારણે ખેલાડીઓને તેનાથી બહાર નીકળવા માટે સમય જોઈશે. અને IPL પછી પણવર્લ્ડ કપ માટે પૂરતો સમય છે. જેમાં ખેલાડીઓનો ટેસ્ટ થઈ શકે છે. પરંતુ ખેલાડીઓની થાકના કારણે તેનું પરિણામ કંઈ અલગ હોઈ શકે છે.

READ ALSO

Related posts

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના પૂર્વ MDનું કરોડોનું જમીન કૌભાંડ,એસીબીની તપાસમાં સામે આવી ચોંકાવનારી…

Path Shah

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah

ફ્રેન્ચ અબજોપતિએ સોધેબી હાઉસ અધધ આટલા અબજ ડોલરમાં ખરીદયુ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!