GSTV
Home » News » શિખર ધવન વિશ્વકપમાંથી બહાર: PM મોદીએ સંદેશો આપ્યો, કોઇ શક નથી…

શિખર ધવન વિશ્વકપમાંથી બહાર: PM મોદીએ સંદેશો આપ્યો, કોઇ શક નથી…

ટીમ ઇન્ડિયાનાં ધારદાર બોલર શીખર ધવન વિશ્વકપ-2019માંથી બહાર થયા છે. ક્રિકેટ જગત માટે અને ખાસ કરીને શીખર ધવનનાં પ્રશંસકો માટે આઘાતજનક સમાચાર છે. ગઇ કાલે જ શીખર ધવને સોશ્યલ મીડિયા પર મેસેજ શેયર કર્યો હતો. આ બાબતે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને શીખર ધવનને શુભેચ્છા પાઠવી છે.

driving license modi

વડાપ્રધાન મોદીએ ટ્વિટ જણાંવ્યું કે, એ વાતમાં કોઇ શક નથી,કે ક્રિકેટની પીચ તમને મીસ કરશે. પરંતુ હું આશા કરૂ છું કે તમે શીઘ્ર સ્વસ્થ થઇને ફરી મેદાનમાં પાછા ફરશો. તમે જલ્દી ઠિક થઇ જાઓ, જેથી તમે ખુબ જલ્દીથી મેદાનમાં પરત આવી શકો અને દેશ માટે વધાર મેચ જીતીને દેશનો ગૌરવ અપાવી શકો.

અત્રે ઉલ્લેખનિય છે કે, વર્લ્ડ કપ-219માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં સદી ફટકારવા વાળા શિખર ધવનનાં અંગૂઠામાં ઇજા પહોંચી છે. ત્યારબાદ તેને વિશ્વકપ બહાર કરવામાં આવ્યો છે. વિશ્વકપ ટુર્નામેન્ટ બાહર થયા બાદ શિખર ધવને વીડિયો શેયર કર્યો હતો. જેમાં તેમણે લાગણીશીલ મેસેજ શેયર કર્યો હતો.

ધવને ભાવુક મેસેજ શેયર કર્યો

આ વીડિયોમાં ધવને જણાંવ્યું હતું કે, હું આ વાત જણાવતા ભાવુક છું કે,હવે 2019 વર્લ્ડ કપનો હિસ્સો રહ્યો નથી. દુર્ભાગ્યવશ મારા અંગૂઠાની ઇજા સમયસર ઠિક નહિં થાય. પરંતુ શો ચાલતો રહેવો જોઇએ. હું મારી ટીમનાં સાથીઓ, ક્રિકેટ પ્રેમીઓ અને સમગ્ર દેશમાંથી મળેલા પ્રેમ-આદર અને સમર્થન માટે આભારી છું. જય હિંદ!

શિખર ધવન માત્ર બે મેચ રમી શક્યા

શીખર ધવન આ વખતે વર્લ્ડ કપ-2019માં માત્ર બે મેચ રમી શક્યા છે. પહેલા મેચમાં ધવને દક્ષિણ આફ્રિકા સામે 12 બોલમાં 8 રન બનાવ્યા હતાં. તેમજ બીજી મેચમાં તેમણે શાનદાર સદી ફટકારી હતી. ધવને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 109 બોલમાં 117 રન બનાવ્યા હતાં. જો કે આ મેચ દરમિયાન જ તેમને હાથમાં ઇજા પહોંચી હતી. તેમ છતાં તેઓ દર્દથી કણસતા રહ્યા અને શાનદાર સદી ફટકારી હતી. મહત્વનું છે કે શિખર ધવનની જગ્યાએ ઋષભ પંતને સ્થાન અપાયું છે.

READ ALSO

Related posts

એર ઈન્ડિયા ઘણા વર્ષો બાદ અમદાવાદ એરપોર્ટથી મદિના માટે ફલાઈટનું આયોજન, પણ આવી રહી છે અડચણો

Dharika Jansari

વર્લ્ડ કપની હાર બાદ શાસ્ત્રીનું સ્થાન જોખમમાં BCCIએ નવા કોચની તલાશ શરૂ કરી

Mayur

ભારતની સૌથી મોટી એરલાઈન્સ કંપનીનો દિવસેને દિવસે વિવાદ વધી રહ્યો છે, છતાં રાકેશ ગંગવાલે કહ્યું…

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!