GSTV
Home » News » 30 મિનિટની ખરાબ ગેમે ઝૂંટવી લીધો વર્લ્ડ કપ, ભાવુક રોહિત શર્માએ ફેન્સ સાથે આ રીતે શેર કર્યુ દુખ

30 મિનિટની ખરાબ ગેમે ઝૂંટવી લીધો વર્લ્ડ કપ, ભાવુક રોહિત શર્માએ ફેન્સ સાથે આ રીતે શેર કર્યુ દુખ

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા માટે આ વખતનો વર્લ્ડ કપ ધમાકેદાર રહ્યો છે. જો કે ન્યૂઝીલેન્ડ સામે સેમીફાઇનલ મુકાબલામાં ટૉપ ઓર્ડર સાથે તેણે પણ એક રન પર પેવેલિયન પરત ફરવુ પડ્યુ.

હિટ મેને ટીમ ઇન્ડિયાના વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ પહેલીવાર પોતાના ફેન્સ માટે ખાસ સંદેશ આપ્યો છે. તેમણે ટ્વિટ કરીને ટીમની ભૂલ સ્વીકારવાની સાથે ફેન્સના સપોર્ટ માટે આભાર પણ માન્યો છે.

રોહિતે પોતાના ટ્વિટમાં લખ્યુ, એક ટીમ તરીકે અમે મહત્વના સમયે પરફોર્મ કરવામાં અસફળ રહ્યાં, 30 મિનિટની ખરાબ ક્રિકેટ અને તેણે અમારી પાસેથી જીતવાની આશા ઝૂંટવી લીધી. મને ઘણું દુખ થયું છે અને મને વિશ્વાસ છે કે તમને પણ થયું હશે. વિદેશમાં અમને જબરદસ્ત સમર્થન મળ્યુ. ઇંગ્લેન્ડમાં અમે જ્યાં પણ રમ્યાં તે સમયે સ્ટેડિયમને બ્લૂ રંગમાં રંગવા માટે આપ સૌનો આભાર.

જણાવી દઇએ કે હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કંઇક આવું જ કહ્યું હતું. વિરાટે જણાવ્યું હતું કે, 40-45 મિનિટનો ખરાબ ખેલ ટીમ ઘાતક સાબિત થયો અને ભારતીય ટીમે વર્લ્ડ કપમાંથી બહાર થવું પડ્યુ.

મહત્વનું છે કે 14 જુલાઇએ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2019ની ફાઇનલ મેચ રમાશે. બંને ટીમોમાંથી અત્યાર સુધી કોઇપણ આજ સુધી વર્લ્ડ કપ જીતી નથી શકી તેથી તે વાત નક્કી છે કે ફેન્સને આ વખતે એક નવો વર્લ્ડ ચેમ્પિયન જરૂર મળશે.

Read Also

Related posts

લુટેરી દુલ્હન ગેંગનાં આરોપીનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતા ચકચાર

Nilesh Jethva

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ યથાવત, કૃષિમંત્રી થયા દોડતા

Kaushik Bavishi

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!