આ ટી-20 સીરીઝ બાદ ખબર પડશે કે કોણ-કોણ સામેલ થશે ભારતની વર્લ્ડ કપ ટીમમાં

વિદેશી ધરતી પર છેલ્લા ત્રણ મહિનામાં જીતનો નવો અધ્યાય લખનારી ટીમ ઈન્ડિયા બુધવારે અંતિમ તબક્કામાં ન્યૂઝીલેન્ડની સામે પ્રથમ ટી-20 મેચની સાથે જ વધુ એક સીરીઝ જીતવા તરફ પગલાથી ઉતરશે. આ મેચ ભારતીય સમય મુજબ દિવસમાં 12:30થી શરૂ થશે.

નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપ્યા બાદ રોહિત શર્મા ભારતીય ટીમની આગેવાની કરશે. ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક પ્રવાસ બાદ અહીં વન-ડે સીરીઝ 4-1થી જીતેલી ભારતીય ટીમની નજર પ્રથમ વખત ન્યૂઝીલેન્ડમાં ટી-20 સીરીઝ જીતવા તરફ મંડાયેલી છે.

દિગ્ગજ બેટ્સમેન શિખર ધવને મેચની પૂર્વસંધ્યાએ કહ્યું, ‘અમે પણ વ્યક્તિ છે અને અમારા શરીરને આરામ મળવો જોઈએ. અમે જીતનુ લક્ષ્ય જાળવીને સીરીઝ પોતાના નામે કરવા ઈચ્છીશું’

ગત વન-ડે સીરીઝ દરમ્યાન ભારતે વિશ્વ કપની ટીમ સંયોજન નક્કી કરવામાં સારી મદદ મળશે. અત્યારે પણ અમૂક ખાલી જગ્યા છે અને ટી-20 સીરીઝ દ્વારા ટીમ મેનેજમેન્ટ નક્કી કરી લેશે કે મે થી જુલાઈ સુધી ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વ કપમાં ભારતીય ટીમમાં કોણ-કોણ હશે. યુવાન વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત વન-ડે સીરીઝનો ભાગ નથી અને તેઓ ત્રણ ટી-20 મેચની સીરીઝમાં પોતાની ઉપયોગિતા સાબિત કરીને પસંદગીનો દાવો મજબૂત કરવા ઈચ્છે છે.

અનુભવી મહેન્દ્ર સિંહ ધોનીની ટી-20 ટીમમાં વાપસી થઇ નથી, જેને ઓસ્ટ્રેલિયા સામે ડોમેસ્ટિક સીરીઝમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. તેમણે છેલ્લી ટી-20 મેચ ગયા વર્ષે જુલાઈમાં રમી હતી. દિનેશ કાર્તિક માટે આ સુવર્ણ તક છે, જેણે ફિનિશરના રૂપમાં સારું પ્રદર્શન કર્યુ છે. પરંતુ અંતિમ ઇલેવનમાં જગ્યા પાક્કી કરી શક્યા નથી.

અંબાતિ રાયડ઼ૂએ પાંચમી વન-ડેમાં 90 રન બનાવીને પોતાની પસંદગી લગભગ નક્કી કરી લીધી હતી. 19 વર્ષના શુભમન ગિલે અંતિમ બે વન-ડેમાં તક આપી હતી. કોહલીની ગેરહાજરીમાં તેમને ફરીથી ત્રીજા નંબર પર ઉતારી શકાય છે. ક્રુણાલ પંડ્યા અને ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલ પણ ટીમમાં છે. ધવન છેલ્લી ત્રણ વન-ડેમાં સારું પ્રદર્શન કરી શક્યો નથી અને ત્યાં શાનદાર પ્રદર્શનની સાથે પ્રવાસનો અંત કરવા ઈચ્છશે.

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, એમ એસ ધોની, ક્રુણાલ પંડ્યા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, ખલીલ અહમદ, શુભમાન ગિલ, વિજય શંકર, હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ.

ન્યૂઝીલેન્ડ: કેન વિલિયમસન (કેપ્ટન), ડગ બ્રેસવેલ, કૉલિન ડિ ગ્રેન્ડહોમ, લોકી ફર્ગ્યૂસન, સ્કૉટ કુગેલિન, કૉલિન મુનરો, ડેરિલ મિશેલ, મિશેલ સેન્ટર, ટિમ સેઇફર્ટ, ઈશ સોઢી, ટિમ સાઉદી, રોસ ટેલર, બ્લેયર ટિકનર, જેમ્સ નીશામ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter