GSTV

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને ઈંગ્લેન્ડ સામે ભારતની હાર બાદ Twitter પર ઠાલવ્યો રોષ

Last Updated on July 1, 2019 by

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વકાર યુનિસે ભારતની વર્લ્ડ કપમાં ઈંગલેન્ડ સામે હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમની રમત ભાવના પર પ્રશ્નો ઉઠાવ્યા છે. પાકિસ્તાન આ મેચમાં ભારતનું સમર્થન કરી રહ્યુ હતુ કેમ કે આ મેચમાં ભારતની જીતથી સરફરાઝ અહેમદના નેતૃત્વવાળી ટીમની સેમિફાઈનલમાં પહોંચવાની સંભાવના વધી જાત.

ઈંગ્લેન્ડે બર્મિઘમ એઝબેસ્ટન મેદાન પર રવિવારે રમવામાં આવેલા ICC વર્લ્ડ કપના 38માં મેચમાં ભારતને 31 રનથી હરાવ્યુ. આ મેચના પરિણામ પર ભારતીય ફેન્સ કરતા વધારે પાકિસ્તાની ફેન્સની નજર હતી. જો આ મેચ ભારત જીતી જાત તો પોઈન્ટ ટેબલના ગણિતના હિસાબથી ઈંગ્લેન્ડનો આગળનો રસ્તો વધુ મુશ્કેલ થઈ જાત. ત્યાં જ પાકિસ્તાન માટે આશા વધી જાત પરંતુ ઈંગ્લેન્ડની જીતની સાથે જ પાકિસ્તાનની આશાને ઝટકો લાગ્યો છે.

ભારતે પાંચ વિકેટ પર 306 રન જ બનાવ્યા અને તેને ટુર્નામેન્ટમાં પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કોચ વકારે ટ્વીટર પર પોતાનો રોષ ઠાલવ્યો.  એ મહત્વનું નથી કે તમે કોણ છો, તમે જીવનમાં શુ કરો છો તેનાથી ખબર પડે છે કે તમે કોણ છો, મને તેની ચિંતા નથી કે પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચે છે કે નહીં પરંતુ એક વાત નક્કી છે કેટલાક ચેમ્પિયન્સની ખેલ ભાવનાની પરીક્ષા લેવામાં આવી અને તેમાં તેઓ સમગ્ર રીતે અસફળ રહ્યા. અગાઉ પૂર્વ ક્રિકેટર બાસિત અલી અને સિકન્દર બખ્તે આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાનને ટુર્નામેન્ટમાંથી બહાર રાખવા માટે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે હારી શકે છે.

READ ALSO

Related posts

Car Insurance : જો પાર્ક કરેલી કાર પર ઝાડ પડે તો ઇન્શ્યોરન્સના પૈસા મળશે કે નહીં? આ છે નિયમ

Vishvesh Dave

video/ આ છોડ સૂર્યપ્રકાશથી નહીં પરંતુ કિડા ખાઈને મેળવે છે ખોરાક, વીડિયો જોશો તો રહી જશો હેરાન

Harshad Patel

અમદાવાદ મહાનગર પાલિકાની સામાન્ય સભામાં મચ્યો હોબાળો, કોંગ્રેસના કોર્પોરેટરે એજન્ડા કોપી ફાડતા મચી બબાલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!