GSTV

World Cup 2019: વિરાટની આ ભૂલથી ભારતીય ટીમને પડી તકલીફ

Last Updated on June 17, 2019 by

ભારત-પાકિસ્તાનની કાલે રમાયેલી મેચમાં અજીબો-ગરીબ નજારો જોવા મળ્યો હતો. જેને જોઈને ભારતીય ટીમના ફેન્સ નિરાશ થઈ ગયા હતા. જોકે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પોતાની વિકેટ પાકિસ્તાનને દાનમાં આપીને ચાલ્યો ગયો હતો અને તેની આ ભૂલનો અહેસાસ થયો તો તે નિરાશ અને દુખી જોવા મળ્યો હતો.

મેચ દરમિયાન જ્યારે 20 બોલ બાકી હતા ત્યારે વરસાદના કારણે મેચ રોકવી પડી હતી. બીજી વાર મેચ શરૂ થઈ ત્યારે 48મી ઓવર રમવા પાકિસ્તાનનો બોલર મોહમ્મદ આમિર આવ્યો. ત્યારે સામે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો. એ સમયે વિરાટથી એટલી મોટી ભૂલ થઈ ગઈ કે તેનો અંદાજ પોતાને પણ નહોતો રહ્યો.

48મી ઓવરનો 4 બોલ હતો ત્યારે સામે વિરાટ ઊભેલાને બાઉન્સર હિટ આપી, જેના પર કોહલીએ શોટ લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ચૂકી ગયો અને વિકેટકીપર સરફરાઝ અહમહના હાથમાં ગયો. આમિરે અપીલ કરી અને અમ્પાયરે તેની આંગળી ઊંચી કરી, વિરાટ પેવેલિયનમાં પાછો જતો રહ્યો. વિરાટના પેવેલિયનમાં ગયા પછી રિપ્લે બતાવવામાં આવ્યો. જેમાં દેખાઈ રહ્યું હતું કે વિરાટના બેટને બોલે સ્પર્શ કર્યો નહોતો.

વિરાટ આમિરના એ વખતના ઉત્સાહને જોઈને પેવેલિયન પહોંચી ગયો હતો. ત્યારબાદ ડ્રેસિંગ રૂમમાં જઈ રિપ્લે જોયું તો ગુસ્સે થઈ ગયો અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. વિરાટના ખોટા નિર્ણયથી પરિણામ એ આવ્યું કે ભારતીય ટીમ તેના સ્કોરથી 10 રન પાછળ રહી ગઈ. કોહલીએ 77 રન કર્યા હતા.

Read Also

Related posts

સેક્સ વર્કરનું કામ કરીને દરરોજ 88 હજાર રૂપિયા કમાતી હતી આ યુવતી, જણાવી એસ્કોર્ટ લાઇફની ચોંકાવનારી હકીકત

Bansari

દરરોજ મિસરી ખાવાના આ ફાયદાને તમે અનુભવ્યા કે નહિ ? જાણો સુગર કેન્ડીના લાભ

Damini Patel

POISON GARDEN/ અહીં આવેલો છે ઝેરીલો ગાર્ડન, કોઈનું મોત ન થાય તે માટે એક પણ છોડને ટચ કરવાની છે મનાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!