GSTV
Home » News » World Cup 2019: કોહલીના નામે વધુ એક ‘વિરાટ’ રેકોર્ડ, પૂરી કરી અડધી સદીની અડધી સદી

World Cup 2019: કોહલીના નામે વધુ એક ‘વિરાટ’ રેકોર્ડ, પૂરી કરી અડધી સદીની અડધી સદી

લંડનના ધ ઓવલમાં રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચેની મેચમાં ભારત ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારત તરફથી ઓપનિંગમાં ઉતરેલા શિખર ધવન અને રોહિત શર્માએ ભારતને શાનદાર શરૂઆત અપાવી. રોહીત શર્માએ 21મી ઓવરમાં 61 બોલમાં 1 છગ્ગો અને 3 ચોગ્ગાની મદદથી પોતાની અર્ધસદી પૂર્ણ કરી. રોહીત શર્મા 70 બોલમાં 57 રન કરી આઉટ થયો. જ્યારે શિખર ધવને 95 બોલમાં પોતાની 17મી સદી લગાવી બંન્ને ખેલાડીઓએ ભારતને મજબૂત શરૂઆત અપાવી.

આ દરમિયાન રોહિતે જ્યાં અડધી સદી પૂરી કરી ત્યાં ધવને શાનદાર સદી ફટકારી. તે બાદ વિરાટે પંડ્યા સાથે મળીને ટીમનો સ્કોર 300ને પાર પહોંચાડ્યો. પંડ્યાએ પણ ધુંઆધાર બેટિંગ કરી.

ધોનીએ પણ વિરાટનો સાથ આપ્યો. વિરાટે આ મેચમાં 82 રનની ઇનિંગ રમી. જો કે તે સદીથી તો ચૂકી ગયો પરંતુ તેણે અડધી સદીની અડધી સદી જરૂર પૂરી કરી છે. વિરાટની આ 229મી વન ડે હતી. વિરાટે પોતાના કરિયરમાં આ 91મો 50થી વધુ સ્કોર છે. આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વન ડે ક્રિકેટમાં અડધી સદી પૂરી કરી છે.

આ મામલે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હવે 10માં નંબરે આવી ગયો છે. ભારતે સચિન તેંડુલકરના નામે 145 કરતાં વધુ 50 પ્લસ સ્કોર બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ છે. શ્રીલંકાના કુમાર સંગાકારા 118, ઓસ્ટ્રેલિયાના રિકિ પોન્ટિંગ 112 અને સાઉથ આફ્રિકાના જેક કાલિસ 103 વાર વન ડેમાં 50થી વધુ રનનો સ્કોર બનાવી ચુક્યાં છે.

જણાવી દઇએ કે ભારતીય ટીમે બેટિંગ પસંદ કરી 50 ઓવરમાં 5 વિકેટના નુંકસાન પર 353 રન બનાવ્યા, જેમાં ધોનીએ 14 બોલમાં 27, રોહિત શર્માએ 70 બોલમાં 57, ધવને 109 બોલમાં 117, હાર્દિક પંડ્યાએ 27 બોલમાં 48 અને કોહલીએ 77 બોલમાં 82 ર કર્યા. જ્યારે કે.એલ.રાહુલે અણનમ 11 રન કર્યાં. ભારતીય બેટ્સમેનોની ધમાકેદાર બેટિંગે ઓસ્ટ્રેલિયાના બોલરોને ઘુંટણિયાભર કરી દીધા. ભારતીય બેટ્સમેનોએ આક્રમક બેટિંગ દ્વારા ભારતે 352 રનનો સ્કોર ખડકી દીધો છે. ઓસ્ટ્રેલિયાએ જીત માટે 353 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા માટે સ્ટોઇસે છેલ્લી ઓવરમાં 2 વિકેટ ઝડપી, તેમની સિવાય કમિંસ, સ્ટાર્ક, કુલ્ટર નાઇલે એક-એક વિકેટ ઝડપી.

Read Also 

Related posts

કઢંગી હાલતમાં પ્રેમી પંખીડા એકબીજામાં હતાં ઓતપ્રોત અને પાછળથી લોકો આવી જતા જે થયું…

Bansari

ઘોર કળિયુગ : કોઈ મોટર સાઈકલમાંથી હેલમેટ ચોરી ગયું

Mayur

વર્ષો સુધી ફિલ્મોથી દુર હતી આ એક્ટ્રેસ, લગ્ઝરી કાર છોડી ઓટોમાં સફર કરતા દેખાઈ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!