GSTV
Home » News » World Cup 2019: કોહલી આજે રચી શકે છે ઇતિહાસ, જો આટલા રન ફટકારશે તો તૂટી જશે સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ

World Cup 2019: કોહલી આજે રચી શકે છે ઇતિહાસ, જો આટલા રન ફટકારશે તો તૂટી જશે સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ

આજે વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની ભીડંત ન્યૂઝીલેન્ડ સામે થશે. ફરી એકવાર સૌકોઇની નજર વિરાટ કોહલી પર હશે. ઓસ્ટ્રેલિયા સામેની ગત મેચમાં વિરાટ કોહલી ફક્ત 18 રનથી સદી ચૂકી ગયો હતો. પરંતુ આજે તેની પાસે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરવાની તક હશે.

virat kohli forbes

વન ડે ક્રિકેટમાં વિરાટ કોહલી 11 હજાર રનથી ફક્ત 57 ર દૂર છે. જો વિરાટ આ 57 રન બનાવી લે તો તે સૌથી ઝડપી 11 હજાર રન બનાવનાર બેટ્સમેન બની જશે. વિરાટ આ સિદ્ધી ફક્ત 222 ઇનિંગમાં પોતાના નામે કરી શકે છે.

હાલ સૌથી ઝડપી 11 હજાર રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેણે 276 ઇનિંગમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

વિરાટ કોહલીએ વર્ષ 2017માં સૌથી ઝડપી 8 હજાર રન બનાવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે આ સિદ્ધી ફક્ત 175 ઇનિંગમાં મેળવી હતી.

virat kohali
virat kohali

સૌથી ઝડપી 9 હજાર રન બનાવવાનો રેકોર્ડ પણ વિરાટના નામે જ છે. તેણે ફક્ત 194 ઇનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. ગત વર્ષે વિરાટ કોહલીએ સૌથી ઝડપી 10 હજાર રન પૂરા કર્યા હતા. તેણે 205 ઇનિંગમાં આ કારનામુ કરીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. સચિને 259 ઇનિંગમાં આ સિદ્ધી મેળવી હતી.

Read Also

Related posts

પાણીપૂરી બનશે એકદમ લારી કે ઠેલા જેવી, ઘરે બનાવો આ ખાસ મસાલો

NIsha Patel

બેહોશ કરી પહેલાં દાદી અને પછી પૌત્રી સાથે માણ્યું સેક્સ, વીડિયો ઉતારી કરવા લાગ્યો બ્લેકમેઇલ

Karan

વાપીનો ઢાંઢો ડોક્ટર વિકૃત બનતા નર્સને કર્યા અડપલા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!