GSTV
Home » News » ખેલાડીઓ તો ઠીક, World Cupમાં તો વરસાદે પણ બનાવી દીધો અનોખો રેકોર્ડ!

ખેલાડીઓ તો ઠીક, World Cupમાં તો વરસાદે પણ બનાવી દીધો અનોખો રેકોર્ડ!

વર્લ્ડ કપના વર્તમાન એડિશનમાં વરસાદના પગલે મંગળવારે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ રદ્દ થઇ ગઇ. બ્રિસ્ટલમાં રમાનાર આ મેચ રમાય તે પહેલાં જ રદ્દ થઇ ગઇ. આ એડિશનમાં આવું ત્રીજીવાર બન્યું જ્યારે કોઇ મેચ વરસાદના કારણે ન રમાઇ હોય જે એક રેકોર્ડ છે.

આ મેચ પણ થઇ રદ્દ

અગાઉ એક દિવસ પહેલાં સોમવારે જ વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ પણ વરસાદના કારણે 7.3 ઓવરની રમત બાદ રદ્દ કરવામાં આવી હતી. બંને વખતે ટીમોએ 1-1 અંકથી સંતોષ માનવો પડ્યો. મંગળવારે ટૂર્નામેન્ટમાં વરસાદના કારણે સતત બીજી અને કુલ ત્રીજી મેચ રદ્દ ઘોષિત કરવામાં આવી.

શ્રીલંકાના ખરાબ નસીબ

વર્લ્ડ કપમાં ઓવર ઓલ આ પાંચમીવાર બન્યું છે જ્યારે વરસાદે આખી મેચ ધોઇ નાખી હોય. આ 5માંથી 3 વાર આ એડિશનમાં આવું બન્યું છે. જ્યારે એકવાર 2015માં અને એકવાર 1979માં વરસાદે મેચ ધોઇ નાંખી. સંયોગ એ છે કે 5માંથી 3 વાર ધોવાઇ ગયેલી મેચમાં એક ટીમ શ્રીલંકાની રહી છે.

આ એડિશનમાં શ્રીલંકાની બીજી મેચ ધોવાઇ

આ એડિશનમાં જે ત્રણે મેચ ધોવાઇ તેમાંથી બે વાર તો શ્રીલંકાની ટીમ રહી છે. જ્યારે અગાઉ 1979માં શ્રીલંકાની વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચ ધોવાઇ હતી. ગત વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશની મેચ ધોવાઇ હતી જ્યારે આ એડિશનમાં સાઉથ આફ્રિકા અને વેસ્ટઇન્ડીઝની પણ એક મેચ ધોવાઇ ચુકી છે. બાંગ્લાદેશે હવે સોમવારની રાહ જોવી પડશે જ્યારે ટૉન્ટનમાં તેની ભિડંત વેસ્ટ ઇન્ડીઝ સામે થશે.

Read Also

Related posts

સલમાનનો શર્ટલેસ અવતાર જોઇને ધબકારો ચુકી જશો, દબંગ-3માં સનસની મચાવવા તૈયાર છે ચુલબુલ પાંડે

Bansari

ઋષભ પંતની તો આવી બની: કોચ શાસ્ત્રીએ આપી દીધી ચેતવણી, ‘સુધરી જા નહી તો…’

Bansari

લ્યો બોલો! પોલીસને એટલી ઉતાવળ હતી કે જોયા વિના જ ભેંસ સાથે બાંધેલા ગાડાનું ચાલાન કાપી નાંખ્યું!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!