GSTV
Home » News » મિશન વર્લ્ડ કપ: ચોથા ક્રમ માટે આ છે દાવેદારો

મિશન વર્લ્ડ કપ: ચોથા ક્રમ માટે આ છે દાવેદારો

વર્લ્ડ કપ મિશનની તૈયારીઓમાં જોડાયેલી ટીમ ઈન્ડિયા હજી પણ પોતાના બેટિંગ ઑર્ડરમાં ચોથા ક્રમની પોઝીશન પર ઉપયોગી બેટ્સમેનના સંશોધનમાં જોડાયેલી છે. વર્લ્ડ કપ પહેલા ટીમના ખેલાડી ભલે અત્યારે ઘરેલૂ ટી-20 ક્રિકેટ લીગ IPLમાં રમતા રહેશે. પરંતુ આ દરમ્યાન ટીમની થિંક ટેન્કની નજર ભારતીય બેટિંગ ઑર્ડરમાં ચોથા ક્રમની આ પોઝીશન પર રહેશે.

આ ક્રમે ટીમનો ક્યો ખેલાડી ફિટ છે, તે હજી સુધી નક્કી થયુ નથી. આમ તો આ જગ્યા માટે ‘વિરાટ’ ટીમમાં ઘણાં બધા દાવેદાર છે, પરંતુ આ સ્થાન પર ક્યો ખેલાડી ફીટ બેસશે તે હજી સુધી નિશ્ચિત થયુ નથી. જોકે, ભારતીય બેટિંગ લાઈનઅપમાં જે ખેલાડી 4 નંબરનું સ્થાન ભરશે, તે આ 6 ખેલાડીઓમાંથી એક હશે.

અંબાતી રાયડૂ

કેપ્ટન વિરાટ કોહલીની વાતો પરથી લાગતુ હતુ કે અંબાતી રાયડૂને ચોથા ક્રમના બેટ્સમેન માની ગયા છે. કોહલીએ પણ કહ્યું હતું કે રાયડૂની પાસે ચોથા નંબર પર બેટિંગ કરવાની ગૂઢ તાકાત છે. તેઓ પોતાની રમતને એવી જ રીતે જોવે છે. રાયડૂને સ્ટ્રાઈક રોટેશનમાં મુશ્કેલી આવી રહી છે. ઓસ્ટ્રેલિયાની સામે પાંચ મેચોની વન-ડે સીરીઝ પહેલા ત્રણ મેચોમાં રાયડૂની બેટિંગથી 13, 18 અને 2 રન કર્યા. તેમણે કુલ 59 રમ્યાં અને તેમાંથી 40 બોલમાં કોઈ રન લીધા નહીં. શ્રેણીની બાકી બે મેચોમાં રાયડૂ ટીમનો ભાગ ન હતાં.

વિજય શંકર

થોડા અઠવાડિયા પહેલા વિશ્વ કપના દાવેદારોમાંથી શંકર નામ હતુ નહીં, પરંતુ આજે છે. ઓસ્ટ્રેલિયાની સામે હાલમાં સમાપ્ત થયેલી વન-ડે સીરીઝની દરેક મેચમાં શંકરને તક મળી. સારા શોટ્સ પણ ફટકારી શકે છે. તેમની ફિલ્ડિંગ પણ સારી છે અને તક મળતા કડક બોલિંગ પણ કરવામાં નિપુણ છે. નાગપુરમાં આ વાત તેમણે સાબિત કરી બતાવી છે. ટી-20 ઈન્ટરનેશનલ સીરીઝમાં પણ તેમણે ખૂબ સારું પ્રદર્શન કર્યુ હતું. વિજયે પાવર હિટિંગ પર કામ કરવુ પડશે.

રીષભ પંત

આ વિકેટકીપર બેટ્સમેને ઈંગ્લેન્ડમાં સદી બનાવ્યા બાદ પંતે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યુ છે. સતત મોટા શૉર્ટ્સ રમનારા ડાબોડી આ યુવા વિકેટકીપર બેટ્સમેનની તાકાતને દાદ આપવી પડે. મોહાલીમાં તેમણે 24 બોલમાં 36 રન બનાવીને પોતાની આક્રમકતાની ઝલક બતાવી હતી. જોકે, તેમના પ્રદર્શનમાં નિરંતરતાનો અભાવ છે. જોકે, સમજીને બેટિંગ કરવાની કલા તેમને હજુ શિખવાનું બાકી છે.

પંતને બીસીસીઆઈના ખેલાડીઓની કરાર યાદીમાં એ કેટેગરીમાં રાખ્યો છે. એટલેકે એ-પ્લસથી બસ એક તબક્કો નીચે. આ દર્શાવે છે કે કોહલી અને ટીમ મેનેજમેન્ટમાં તેમને ભરોસો છે, પરંતુ શું તેઓ વિશ્વ કપમાં જઈ શકશે, તે હજુ એક યક્ષપ્રશ્ન છે.

મહેન્દ્ર સિંહ ધોની

ટીમ મેનેજમેન્ટના વલણને જોઈને પ્રતિત થઈ રહ્યું છે કે તેઓ પૂર્વ કેપ્ટન ધોનીને પાંચમા ક્રમે બેટિંગમાં ઉતારવા ઈચ્છે છે. ધોની હવે પહેલાની જેમ મોટા હિટર રહ્યાં નથી. જોકે, સંજય માંજરેકર જેવા પૂર્વ ક્રિકેટરોનું માનવુ છે કે ધોની ચોથા ક્રમ માટે યોગ્ય બેટ્સમેન છે. તેમનું કહેવુ છે કે ઈનિંગની વચ્ચે ઓવરોમાં ધોની ધાર બદલીને સ્કોર વધારી શકે છે. ધોની એક વખત મેદાનમાં સેટ થયા બાદ લાંબા શોર્ટ ફટકારવામાં માહેર છે અને ચોથા ક્રમે તેમને આ તક વધુ મળશે.

કેએલ રાહુલ

કૉફી વિથ કરણ શોમાં વિવાદની વાત રાહુલ ટીમમાંથી બહાર થયાં. જોકે, ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં તેમની વાપસી થઈ. બે T-20 મુકાબલામાં તેમને 50 અને 47 રન બનાવ્યાં. એક વન-ડે મુકાબલામાં તેમને ત્રીજા નંબરે બેટિંગ કરવાની તક મળી, પરંતુ અહીં કોહલીનું બેટિંગ કરવુ નક્કી છે. રાહુલ ચોથા ક્રમે દાવેદારી કરી શકે છે. આ સાથે જ તેઓ બ્રેક-અપ ઑપનરનો કિરદાર પણ નિભાવી શકે છે. પણ શું ટીમ મેનેજમેન્ટ તેમને આ દ્રષ્ટિથી જોઈ રહી છે, આ એક અગત્યનો સવાલ છે. ઈંગ્લેન્ડમાં રમાયેલી ટેસ્ટ સીરીઝમાં રાહુલનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું હતું, પરંતુ આ અલગ ફોર્મેટની વાત છે.

દિનેશ કાર્તિક

ડીકે એટલેકે દિનેશ કાર્તિકને પણ ટીમ મેનેજમેન્ટ પણ આ નંબરે જોઈ શકે છે. કાર્તિકની પાસે સારા શૉર્ટસ છે, તેઓ ચપળ ક્રિકેટર છે અને મોટા શૉર્ટસ પણ રમી શકે છે. ટીમ મેનેજમેન્ટે ઓસ્ટ્રેલિયાની સામે ટી-20 શ્રેણીમાં તો તક આપી, પરંતુ વન-ડે શ્રેણીમાં નહીં. જોકે, પસંદગીકારોએ કહ્યું કે તેમણે કાર્તિકને રમતા જોયો છે અને અહીં પંતને અજમાવવા માંગે છે. એટલેકે કાર્તિક હજી પણ સ્કીમ ઑફ થિંગ્સનો ભાગ છે. કાર્તિક મેચ ફિનિશરની ભૂમિકા પણ નિભાવી શકે છે, જે ઘણા સમય સુધી મહેન્દ્ર સિંહ ધોની નિભાવી રહ્યાં છે.

READ ALSO

Related posts

SBIના ગ્રાહકો માટે છેલ્લી તક : આ એટીએમ કાર્ડ થઈ જશે બ્લોક, 31મી ડિસેમ્બર સુધી છે સમય

Karan

15 ડિસેમ્બરથી બદલાઇ જશે કેશ ટ્રાન્જેક્શનના નિયમો, જાણી લો નહી તો ભરાશો

Bansari

ફ્રી કૉલ અને ડેટાના દિવસો ગયાં, હજુ વધુ મોંઘા થઇ જશે ટેરિફ પ્લાન્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!