GSTV
Home » News » ઈંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની મેચમાં ઘુસી ગયો નગ્ન વ્યક્તિ, પાંચ મિનિટ સુધી સ્ટાફની લીધી અગ્નિપરિક્ષા

ઈંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની મેચમાં ઘુસી ગયો નગ્ન વ્યક્તિ, પાંચ મિનિટ સુધી સ્ટાફની લીધી અગ્નિપરિક્ષા

ઈંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાયેલી ચેસ્ટર લી સ્ટ્રીટ ખાતેની મેચમાં એક તમાશો જોવા મળ્યો હતો. મહત્વપૂર્ણ મુકાબલામાં એક નગ્ન વ્યક્તિ મેદાનમાં પ્રવેશી જતા ઉહાપોહની સ્થિતિ સર્જાય હતી. જેના પરિણામે મેચને પાંચ મિનિટ સુધી રોકી દેવાનો વખત આવી ગયો હતો.

ન્યૂઝિલેન્ડ જ્યારે મેદાન પર રમી રહી હતી ત્યારે 34મી ઓવરમાં પીચ પર એક નગ્ન વ્યક્તિ આવી પહોંચ્યો હતો. મેદાન પર આવતા જ તેણે કરતબ બતાવવાના શરૂ કરી દીધા હતા. તે વ્યક્તિએ પીચ પર સમરસોલ્ટ કર્યું હતું. થોડી વાર માટે મેદાનમાં દોડ લગાવી અંગપ્રદર્શન કર્યા બાદ સુરક્ષા સ્ટાફે તેની જડતી લીધી હતી. જો કે સ્ટાફને પણ પરિક્ષા લઈ આ વ્યક્તિએ મેદાનમાં દોડાવ્યા હતા. જે અગ્નિપરિક્ષામાંથી પસાર થતા સ્ટાફને પાંચ મિનિટ લાગી હતી.

આખરે સિક્યોરિટી દ્રારા આ વ્યક્તિને પકડી લેવામાં આવ્યો હતો. 2019ના વિશ્વકપમાં કોઈ વ્યક્તિ મેદાનાં ઘુસી આવ્યો હોય તેવી આ પહેલી ઘટના બની હતી. આ પહેલા પણ તક મળતા જ લોકો મેદાનમાં ઘુસી જતા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના મેચમાં ઘણા દર્શકો એક સાથે ઘુસી આવ્યા હતા અને તેમણે ખેલાડીઓ સાથે ધક્કામુક્કી કરી હતી.

જણાવી દઈએ કે ઈંગ્લેન્ડે ન્યૂઝિલેન્ડને 119 રનના અંતરથી હરાવી 27 વર્ષ બાદ વિશ્વકપની સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું છે. શ્રીલંકાથી મળેલી હાર બાદ વિશ્વકપમાં પહોંચેલી ઈંગ્લેન્ડની ટીમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

READ ALSO

Related posts

ઘોર કળીયુગઃ યુવક-યુવતીના લગ્ન પહેલા દુલ્હનની માતાને ભગાડી લઈ ગયો વરરાજાનો બાપ

Ankita Trada

દૂધ સાગર ડેરીની દોગલી નીતિ : હરિયાણા કરતા મહેસાણાના પશુપાલકોને ઓછો મળે છે દૂધનો ભાવ

Nilesh Jethva

VIDEO : લગ્ન પ્રસંગમાં બાળક લાખોની કિંમતના દાગીના ચોરી ફરાર, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!