GSTV
Home » News » વિરાટથી લઇને ધોની સુધી આ સ્ટાર ક્રિકેટર્સ પાસે છે ધાકડ કાર, કોહલીની કારની કારની કિંમત તો છે અધધ

વિરાટથી લઇને ધોની સુધી આ સ્ટાર ક્રિકેટર્સ પાસે છે ધાકડ કાર, કોહલીની કારની કારની કિંમત તો છે અધધ

ભારતીય ક્રિકેટ ટીમની આજે વર્લ્ડ કપમાં પહેલી મેચ છે. કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, એમ.એસ. ધોની અને હાર્દિક પંડ્યા જેવા સ્ટાર પ્લેયર પર બધાની આંખો મંડાયોલી હશે. ક્રિકેટ સિવાય આ ખેલાડીઓ તેમની વૈભવી જીવનશૈલી માટે જાણીતા છે. તેઓ બધા કારના શોખીન છે તો ચાલો તમને ભારતીય ક્રિકેટની વર્લ્ડ કપ ટીમમાંથી આ સ્ટાર ખેલાડીઓની કાર વિશે જણાવીએ.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતે પોતાને કાર પ્રેમી કહે છે. તેના ગેરેજમાં ઘણી શ્રેષ્ઠ કાર છે. વિરાટ પાસે Audi R8 LMX કાર છે જેની કિંમત આશરે 2.97 કરોડ છે. તેમાં 5.2-લિટર વી-10 એન્જિન છે, જે 570 bhp અને 540 Nm ટોર્કની શક્તિ બનાવે છે. ખાસ વાત એ છે કે ઓડીએ વિશ્વમાં 99 આવી કાર બનાવી છે જેમાંથી એકનો માલિક વિરાટ છે.

ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન શિખર ધવન પાસે ઘણી કાર છે. તેમાં મર્સિડીઝ જીએલ 350 સીડીઆઇ ફ્લેગશિપ એસયુવીનો સમાવેશ થાય છે. તેમાં 3.0-લિટર વી 6 ડીઝલ એન્જિન છે, જે 255 ભીપી અને 620 એનએમ ટોર્કની શક્તિ ઉત્પન્ન કરે છે.

લાંબા લાંબા છક્કા લગાવનાર પંડ્યાને લક્ઝરી કારનો ખુબ શોખ છે. હાર્દિકે તાજેતરમાં મર્સિડીઝ-એએમજી જી 63 એસયુવી ખરીદી છે, જે એક્સ શોરૂમની કિંમત રૂ. 2.19 કરોડની છે. થોડા દિવસ પહેલા હાર્દિકનો નવી એસયુવી ચલાવતો એક વિડિયો વાયરલ થયો હતો. 4.0-લિટર વી 8 પેટ્રોલ એન્જિન છે, જે 585 Bhpનો પાવર અને 850 એનએમ પાક ટોર્કન ઉત્પન્ન કરે છે. 4.5 સેકન્ડમાં કાર પ્રતિ કલાક 0 થી 100 કિલોમીટરની ઝડપે પકડી શકે છે.

હિટમેન રોહિત શર્માના કાર કલેક્શનમાં બીએમડબ્લ્યુ એમ 5 નો સમાવેશ થાય છે. રોહિતે જણાવ્યું હતું કે એમ 5 ને તેણે પોતાની ડ્રિમ કાર જણાવી હતી. તેની કિંમત લગભગ 1.4 કરોડ રૂપિયા છે. તે વિશ્વભરમાં સૌથી લોકપ્રિય પર્ફોર્મન્સ કારમાંની એક છે. તેમાં 4.4-લિટર ટર્બોચાર્જ્ડ વી 8 પેટ્રોલ એન્જિન છે, જે 560bhp અને 680Nm ટોર્કની શક્તિ ઉત્પન્ન કરે છે.

એમએસ ધોની પણ કારનો શોખીન છે. ધોનીના ગેરેજમાં ઘણી ઉત્તમ કાર છે. તેમાની સૌથી વધુ ચર્ચીત કાર એસયુવી હમર એચ 2 છે. ધોનીએ 2009મા આ ઑફ-રોડ એસયુવી ખરીદી. તેમાં 6.2-લિટર વી 8 પેટ્રોલ એન્જિન છે, જે 393 પીએસનો પાવર બનાવે છે. ધોની ઘણીવાર તેની સવારી પણ કરે છે.

READ ALSO

Related posts

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

Riyaz Parmar

જન્માષ્ટમી : દિકરા આઝાદે પિતા આમિર ખાનની પીઠ ઉપર ચઢીને ફોડી દહી હાંડી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva

VIDEO : આ મહિલાને મોબાઈલ ઉપર એટલો પ્રેમ કે ઓટોમાં ભુલી ગઈ બાળક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!