GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

WORLD CUP-2019: અફઘાનિસ્તાન સામે શ્રીલંકાનો ડકવર્થ લૂઇસ નિયમ પ્રમાણે 34 રને વિજય

અફઘાનિસ્તાને શ્રીલંકા સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અને શ્રીલંકાને બેટિંગ માટે આંમંત્રણ આપ્યુ હતું. ત્યારે લંકાએ 36.5 ઓવરમાં 201 રન બનાવ્યા હતા.

જ્યારે અફઘાનિસ્તાનનાં બોલર મોહમ્મદ નબીએ (4 વિકેટ) શ્રેષ્ઠ બોલિંગ કરી હતી. પરંતુ વરસાદના અવરોધને કારણો મેચ 41-41 ઓવરની બનાવવામાં આવી હતી. જ્યારે અફઘાનિસ્તાનને જીતમાટે 187 રનનો લંક્ષ્યાક આપ્યો હતો. પંરતુ શ્રીલંકાના સફળ બોલરો સામે 152 રન અફઘાનિસ્તાનની ટીમ બનાવી શકી હતી અને 34 રનથી હારી ગઈ હતી.

જ્યારે કુશાલ પરેરાની અડધી સદી (78) ફટકારી હતી. અને બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી શ્રીલંકાએ આઈસીસી વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે મેચ જીતી હતી. જ્યારે મેચ વરસાદના કારણે અધવચ્ચે રોકાઈ હતી. અને ડકવર્થ લૂઈસ નિયમ પ્રમાણે 34 રને વિજય મેળવ્યો હતો. શ્રીલંકા 36.5 ઓવરમાં 201 રનમાં ઓલઆઉટ થયું હતું. વરસાદના કારણે અફઘાનિસ્તાનને 41 ઓવરમાં 187 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે અફઘાનિસ્તાન 32.4 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

શ્રીલંકા – દિમુથ કરુણારત્ને (કેપ્ટન), લાહિરુ થિરિમાને, એન્જલો મેથ્યુસ, ધનંજય ડી સિલ્વા, ઇસુરુ ઉદાના, થિસારા પરેરા, નુવાન પ્રદીપ, કુશાલ પરેરા, કુશાલ મેન્ડિસ, લસિથ મલિંગા, સુરંગા લકમલ.

અફઘાનિસ્તાન – ગુલબદીન નઈબ (કેપ્ટન), મોહમ્મદ શહઝાદ, હજરતુલ્લાહ જજાઈ, હશમતુલ્લાહ શાહીદી, રાશિદ ખાન, દૌલત ઝાદરાન, હામિદ હસન, મુજીબ ઉર રહમાન, રહમત શાહ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન.

READ ALSO

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!