GSTV
Home » News » 19 વર્ષના તૂફાની ફાસ્ટ બોલરના કારણે મોહમ્મદ આમીરનું પત્તું કપાયું, પાકિસ્તાનની ટીમ જાહેર

19 વર્ષના તૂફાની ફાસ્ટ બોલરના કારણે મોહમ્મદ આમીરનું પત્તું કપાયું, પાકિસ્તાનની ટીમ જાહેર

ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલા વર્લ્ડ કપમાં વિશ્વની તમામ ટીમોમાં ખેલાડીઓની પસંદગી થઈ ગઈ છે.ત્યારે પાકિસ્તાનની ટીમનું પણ જાહેર થઈ ગઈ છે. વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ એ સમગ્ર વિશ્વ માટે રોમાંચક મુકાબલો રહ્યો છે. ત્યારે
30 મેથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમમાં મોહમ્મદ આમિરની જગ્યાએ 19 વર્ષીય ફાસ્ટ બોલર મોહમ્મદ હસનૈનને શામેલ કરવામાં આવ્યો છે.

ત્યારબાદથી પાકિસ્તાની ક્રિકેટ ફેન્સ બે જૂથમાં વહેંચાઈ ગયા છે. જ્યારે અમુક લોકો આ નિર્ણયનાં વિરોધમાં છે. તો થોડાક લોકો આ નિર્ણય સાથે સહમતિ દર્શાવી છે. જ્યારે મોહમ્મદ હસનૈન કલાક દીઠ 150 કિમીની ઝડપે બોલિંગ કરે છે. તે અત્યંત ઝડપી ફાસ્ટ બાઉન્સર, સટીક યોર્કર નાખી શકે છે. ત્યારે આ બોલરને વિશ્વની અન્ય ટીમના બોલર કરતાં ખાસ બનાવે છે.

જ્યારે પાકિસ્તાનની હૈદરાબાદની ગલીયોમાંથી નીકળીને વર્લ્ડ કપમાં જગ્યા બનાવનારો ખેલાડી શોએબ અખ્તર, મોહમ્મદ શામી અને વકાર યુનુસનાં વિડિયો જોઈને બોલિંગ કરતાં શીખ્યો છે. ત્યારે હાલમાં જ પુરી થયેલી પાકિસ્તાન સુપર લીગમાં 17.58ની સરેરાશથી 12 વિકેટ ઝડપી હતી. જ્યારે તેણે ફાઈનલમાં 03 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

જ્યારે 2015ના વર્ષમાં હસનૈન ઓસ્ટ્રેલિયામાં એક મેચ રમ્યો હતો. જેમાં સ્ટીવ વો એ તેની બોલિંગ જોઈને ભવિષ્ય ભાખ્યુ હતુકે, તે એક દિવસ પાકિસ્તાન માટે રમશે. હસનૈનની ઝડપ તો તેજ છે, પરંતુ તે નાની ઉંમરમાં કમર દર્દથી પિડાઈ રહ્યો છે..તેને ઘણી વાર બેકપેઈનની ફરિયાદ રહે છે.

READ ALSO

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!