GSTV
Home » News » Video: રોહિત શર્માના છગ્ગાએ કર્યુ ઇતિહાસનું પુનરાવર્તન, સચિને 2003ના વર્લ્ડ કપમાં ફટકારી હતી આવી જ જબરદસ્ત સિક્સર

Video: રોહિત શર્માના છગ્ગાએ કર્યુ ઇતિહાસનું પુનરાવર્તન, સચિને 2003ના વર્લ્ડ કપમાં ફટકારી હતી આવી જ જબરદસ્ત સિક્સર

ભારત અને પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મેચમાં ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થયુ. ભારત વિરુદ્ધ વર્લ્ડ કપના ઇતિહાસમાં એક પણ જીત ન નોંધાવી શકનાર પાકિસ્તાનના વર્તમાન વર્લ્ડ કપની 22મી મેચમાં જે હાલ થયાં જે ગત 6 વર્લ્ડ કપની મેચમાં થયો. પરંતુ ઇતિહાસે ફક્ત ભારતની જીતનું પુનરાવર્તન કર્યુ છે અને સાથે જ એક સ્પેશિયલ સિક્સ પણ યાદ અપાવી જે વર્ષ 2003ના વર્લ્ડ કપમાં સચિન તેંડુલકરે ફટકારી હતી.

હકીકતમાં વર્લ્ડ કપ 2003માં ભારત-પાકિસ્તાનનો આમનો-સામનો સેંચુરિયનમાં થયો. પાકિસ્તાને પહેલાં બેટિંગ કરતાં 273 રન બનાવ્યા. તેના જવાબમાં ભારતના ઓપનિંગ બેટ્સમેન સચિન તેંડુલકર અને રવિન્દ્ર સહેવાગ ઉતર્યા. બંનેએ મળીને 5.4 ઓવરમાં 53 રન જોડ્યા. આ વચ્ચે સચિન તેંડુલકરે શોએબ અખ્તરની પહેલી અને બીજી ઓવરના ચોથા બોલને પોઇન્ટની ઉપર સિક્સર માટે ફટકાર્યો.

સચિન તેંડુલકરે પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરનો બોલ ઑફ સ્ટંપની બહાર શોર્ટ બોલના પોઇન્ટ ઉપર રમ્યો. સચિનના આ અપર કટ શૉટમાં ટાઇમિંગ જબરદસ્ત હતી. તેથી બોલ બાઉન્ડ્રીની બહાર પહોંચી ગયો. આવી જ સિક્સર પાકિસ્તાન સામે વર્લ્ડ કપ 2019ની મેચમાં ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ફટકારી. જે બિલકુલ સચિન તેંડુલકરના સિક્સર જેની જ હતી.

જણાવી દઇએ કે પાકિસ્તાને ટૉસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય લીધો. પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની 27મી ઓવર ચાલી રહી હતી રોહિત શર્મા ક્રીઝ પર હતો અને તેની સામે હસન અલી હતો. હસન અલીના બોલ પર અપર કટ વાગ્યો જે પોઇન્ટની ઉપર સિક્સર માટે ગયો. ચોંકાવનારી બાબત એ છે કે તે મેચમાં સચિનને અખ્તરે અને આ મેચમાં હસન અલીએ રોહિતને કેચ આઉટ કર્યા.

Read Also

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!