આ વર્લ્ડ કપમાં વરસાદને કારણે અત્યાર સુધી ચાર મેચો રદ કરવામાં આવી છે. ગુરુવારે નોટિંગહામના ટ્રેન્ટબ્રિજ ગ્રાઉન્ડ પર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચ તેના નવા ઉદાહરણ છે. નોટિંગહામમાં સતત વરસાદને કારણે ટૉસ પણ થતો નથી. લીગ મેચોમાં વરસાદના કરાણે મેચ થવાથી બંને ટીમોને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યા છે.

લીગ મેચો માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. સતત વરસાદને કારણે રદ થતા મેચોમાં સેમિફાયનલ ગુંચવાશે. પરંતુ છેલ્લા રાઉન્ડમાં ઘણી વસ્તુઓ બદલાઈ જશે. આઇસીસીએ આ માટેનાં તમામ નિયમોની માહિતી પણ આપી છે. વરસાદની સ્થિતિમાં સેમિ-ફાઇનલ્સ અને ફાઈનલમાં આ ટીમોને કેવી રીતે લાભો મળશે ચાલો જણાવીએ.

સેમીફાઈનલમાં અને ફાઈનલનો મુકાબલો ટાઈ રહેવાની સ્થિતીમાં સુપર એવરથી મેચનું પરિણામ કાઢવામાં આવશે. લીગ મેચોમાં આ નિયમ લાગુ નથી.

લીગમાં સમાન અંકો રહેવાની પરિસ્થિતિમાં આગળની મેચોમાં જીતેલા મેચ, નેટ રનરેટ, હેડ ટુ હેડ મેચોના પરિણામો અને ટુર્નામેન્ટ પહેલાં ટીમોની સ્થિતિ વિશે જાણ્યા પછી જે ટીમ સારી હશે તે સેમિફાઇનલમાં પ્રવેશ કરી શકશે.

રિઝર્વ ડે સેમિફાઇનલ્સ અને ફાઇનલ માટે રાખવામાં આવ્યો છે. જો સેમી-ફાઇનલ્સ અને ફાઈનલ વરસાદને કારણે અટવાઇ જાય, તો પછી મેચ બીજા દિવસે રમવામાં આવશે. જો કે લીગ મેચમાં રિઝર્વ ડેની કોઈ ગોઠવણ નથી. રિઝર્વ ડે પર પણ ન રમી શકાય તો લીગ મેચોમાં જે ટીમના પોઇન્ટ વધુ હશે તે ફાઇનલ માટે ક્વોલિફાઈ માનવામાં આવશે.

વર્લ્ડ કપ ફાઇનલના બંને દિવસોમાં વરસાદ પડ્યો તો, બંને ટીમોને યુનાઇટેડ વર્લ્ડ કપના વિજેતા જાહેર કરવામાં આવશે. 2002 ચેમ્પિયન્સ ટ્રોફીની બંને દિવસે વરસાદના લીધે રમત રમી શકાય ન હતી. ત્યારબાદ ભારત અને શ્રીલંકા બંને ટીમોને વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા.
READ ALSO
- લાખો કર્મચારીઓને કેન્દ્ર સરકાર આપશે ન્યૂ યર ગિફ્ટ, 10 હજાર રૂપિયા સુધી વધી જશે પગાર
- ‘રોકી શકો તો રોકી લો, સલમાન ખાનના ઘરમાં 2 કલાકમાં બોમ્બ ફાટશે’ કિશોરની ધમકીથી મુંબઇ પોલીસ દોડતી થઇ
- બેંક સ્ટાફ ઘરે લઈને આવ્યો 62 લાખની કૅશ, જીવવા લાગ્યો એવી લક્ઝરી લાઈફ, Photos
- મગફળી વહેંચવા બે દિવસ સુધી ભુખ્યાને તરસ્યા લાઈનમાં ઉભા રહેવા મજબુર ખેડૂતો
- ભૂલથી પણ અહીં ક્લિક કરી આ ફિલ્મનું ટ્રેલર ન જોતા, ભારતની અત્યાર સુધીની સૌથી ડરામણી ફિલ્મ છે