GSTV

વિરાટ બન્યો સૌથી ઝડપી બેટ્સમેન, વેસ્ટઈન્ડિઝ સામે તૂટ્યા કેટલાક વર્લ્ડ રેકોર્ડ

Last Updated on June 28, 2019 by

ગુરુવારે વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમે જીત હાંસિલ કરી છે. એકબાજુ ભારતીય ટીમે સેમીફાઈનલમાં લગભગ જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી અને એમએમ ધોનીએ સારા રન કર્યા હતા. ટોસ જીતીને પહેલી વાર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 268\7નો સ્કોર બનાવ્યો હતો.

જેનો પીછો કરતાં વેસ્ટઈન્ડિઝની ટીમ 143 રન પર સમેટાઈ ગઈ હતી. વિરાટ આ મુકાબલામાં રેકોર્ડ બનાવતો જોવા મળ્યો છે. વર્લ્ડ કપમાં વેસ્ટઈન્ડિઝે છેલ્લી વાર ભારતીય ટીમને 1992ના વિશ્વ કપમાં હરાવ્યા હતા. ત્યાર બાદ ભારતે 1996, 2011, 2015 અને 2019 વર્લ્ડ કપમાં વેસ્ટઈન્ડિઝને હરાવ્યું.

વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર રન પૂરા કર્યા અને આ કરનારો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો. કોહલીએ 417 ઈનિંગનો રેકોર્ડ તેના નામે કર્યો હતો. સચિન તેંડુલકર અને બ્રાયન લારાનો વિશ્વ રેકોર્ડ તોડ્યો. વિરાટે વર્લ્ડ કપમાં સતત ચાર ઈનિંગમાં ચાર અડધી સદી ફટકારીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકર અને નવજોત સિંહ સિદ્ધુના નામે હતો.

વર્લ્ડ કપમાં કોહલી આ રેકોર્ડ બનાવનારો ત્રીજો કેપ્ટન બન્યો. વિરાટ પહેલા દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ અને ઓસ્ટ્રેલિયાના આરોન કિંચે આ રેકોર્ડ બનાવ્યો હતો. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે (4\16)આંકડા દાખલ કર્યા છે. વિશ્વ કપ વેસ્ટઈન્ડિઝ સામે કોઈ પણ ભારતીય બોલરના સર્વશ્રેષ્ઠ આંકડા છે. આ પહેલા મોહિંદર અમરનાથે (3\12) આ સફળતા મેળવી હતી.

તેણે 1983ના વર્લ્ડ કપમાં એતિહાસિક ફાઈનલમાં શાનદાર બોલિંગ કરી હતી. ધોનીએ (227 છક્કા)રોહિત શર્માનો(225 છક્કા) રેકોર્ડ તોડ્યો. રોહિતે વેસ્ટઈન્ડિઝ સામે એક છક્કો મારીને ધોનીના રેકોર્ડની બરાબરી કરી હતી, પરંતુ ધોનીએ તેની ઈનિંગમાં બે છક્કા મારીને રોહિતથી આગળ નીકળી ગયો હતો.

Read Also

Related posts

IPL/ વિરાટ કોહલીના ગુસ્સાની આ ખેલાડીએ ઉતારી જોરદાર નકલ, મજેદાર વીડિયો થયો વાયરલ

Bansari

IPL 2021 / આખરે સનરાઇઝર્સ હૈદરાબાદે જીતનો સ્વાદ ચાખ્યો, રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું

Zainul Ansari

KKRને મોટો ફટકો: IPLને અધવચ્ચે મુકી સ્વદેશ પરત ફર્યો આ સ્ટાર બોલર, પોતાની ટીમને લીધી હતી નિશાના પર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!