GSTV
Home » News » World cup 2019: વરસાદ બન્યો વિલન , શ્રીલંકા-બાંગ્લાદેશની મેચ થઈ રદ

World cup 2019: વરસાદ બન્યો વિલન , શ્રીલંકા-બાંગ્લાદેશની મેચ થઈ રદ

વર્લ્ડકપ 2019નો 16મો મુકાબલો મંગળવારે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે બ્રિસ્ટોલ ગ્રાઉન્ડ પર યોજાવાનો હતો, પરંતુ ભારે વરસાદને કારણે મેચ રદ્દ થઈ હતી. છેલ્લા કેટલાક કલાકો દરમિયાન ભારે વરસાદને કારણે ટોસ પણ ના થઈ શક્યો. ઇંગ્લેન્ડના વર્તમાન વર્લ્ડકપ દરમિયાન વરસાદનો એટલો પ્રભાવ રહ્યો છે કે તે કારણથી અત્યાર સુધીમાં 3 મેચો રદ થઈ છે. 7 મી જૂને, પાકિસ્તાન અને શ્રીલંકાની બ્રિસ્ટોલમાં મેચ રદ થઈ હતી.

આ મેચમાં પણ ટૉસ થઈ શક્યો નથી.ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ ચાર મેચોમાં એક જીત થઈ છે, જ્યારે બેમાં હારી છે. ત્યારે શ્રીલંકાએ પણ ચાર મેચ રમી છે, જેમાં તેણે એક જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડયો છે. જ્યારે પોઈન્ટસ ટેબલમાં શ્રીલંકાના ચાર પોઈન્ટ છે, જ્યારે બાંગ્લાદેશના ખાતામાં ત્રણ પોઈન્ટ છે.

બાંગ્લાદેશ: મશરેફી મોર્તઝા (સુકાની), અબુ જૈદ , લિટન દાસ, મહમુદુલ્લાહ, મેહદી હસન, મોહંમદ મિથુન , મોહમ્મદ સૈફુદ્દીન, મોસાદેક હુસૈન, મુશફિકર રહિમ , મુસ્તાફિજુર રહેમાન , રુબેલ હુસૈન , શબ્બીર રહેમાન, શાકિબ અલ હસન , સૌમ્યા સરકાર અને તમીમ ઈકબાલ

શ્રીલંકા: દિમુથ કરુણારત્ને (કેપ્ટન), ધનંજય ડિસિલ્વા , અવિષ્કા ફર્નાન્ડો ,સુરંગા લકમલ ,લેસિથ મલિંગા, એન્જેલો મેથ્યૂસ , કુસાલ મેન્ડિસ જીવન મેન્ડિસ, કુસલ પરેરા, થિસારા પરેરા, મિલિન્ડા શ્રીવર્ધના , લાહિરૂ તિરિમાને ,ઈસુરુ ઉદાના , જેફ્રી વંડારસે

READ ALSO

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નહી, આ દેશને આપી ગંભીર ચેતવણી

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!