GSTV

હવે બાકીની કઈ ત્રણ ટીમો સેમિફાઈનલમાં પહોંચશે, 6 ટીમો વચ્ચે છે રસાકસીનો જંગ

ક્રિકેટ વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા સિવાય બાકીની કઈ ત્રણ ટીમો ફાઈનલમાં પહોંચશે તેના સમીકરણો ગુંચાવા લાગ્યા છે. અત્યારના અંકગણિત પ્રમાણે ન્યૂઝિલેન્ડ અને ભારત સેમિફાઇનલમાં જતા દેખાઈ રહ્યા છે. વાત ચોથા નંબરની છે. પણ ક્રિકેટમાં ગમે ત્યારે કોઈ પણ વસ્તુ સંભવી શકે છે. આજે મજબૂત રહેલી ટીમોના ગણિતમાં બદલાવ આવી શકે છે જેની પાછળનું કારણ વિશ્વકપમાંથી બહાર નીકળી ગયેલી ટીમો અને તેમના બાકી રહેલા મેચો છે. કારણ કે તેમને કંઈ ગુમાવવાનું પણ નથી અને મેળવવાનું પણ નથી. સેમિફાઈનલમાં ન્યૂઝિલેન્ડ આસાનીથી પહોંચી જાય તેવું લાગતું હતું પરંતુ પાકિસ્તાનની આક્રામક બેટીંગના કારણે ન્યૂઝિલેન્ડના થયેલા પરાજયે ક્રિકેટ નિષ્ણાંતોના સમીકરણોને પણ ઉલટા પાડી દીધા છે. હાલ ન્યૂઝિલેન્ડ પાંચમાંથી ત્રણ મેચ જીતીને 11 અંક સાથે બીજા સ્થાને છે. હવે ટીમ પાસે સેમિફાઈનલમાં પહોંચવા માટે કેટલી તકો છે તેના પર નજર કરીએ.

પાકિસ્તાન પહોંચી જશે…

પાકિસ્તાનના બે મેચ બાકી રહ્યા છે. જે તેને અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની વિરૂદ્ધ રમવાના છે. જો પાકિસ્તાન આ બંને મેચ જીતી જશે તો તેના અગિયાર પોંઈન્ટ થશે. પણ આ ત્યારે જ શક્ય બની શકે જ્યારે ઈંગ્લેન્ડ માત્ર એક મેચ જીતે અને શ્રીલંકા પોતાના બાકી બચેલા મેચમાંથી એક મેચ હારી જાય.

તો ઈંગ્લેન્ડ પહોંચી જશે

હાલ ઈંગ્લેન્ડની ટીમ 7માંથી 4 મેચ જીતી ચૂકી છે. તેની પાસે 8 પોંઈન્ટ છે. હવે તે પોતાના બંને મેચ હારી જશે તો બહાર થઈ જશે, એવામાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી કોઈ પણ ટીમ ચોથા સ્થાન પર આવી જશે. એક જીત સાથે પણ ઈંગ્લેન્ડના 10 પોંઈન્ટ થઈ જશે. જેમાં તેને સેમિફાઈનલમાં જગ્યા નહીં મળે. પણ જો તે ભારત અને ન્યૂઝિલેન્ડ સામેના બંન્ને મેચ જીતી લેશે તો 12 અંક થઈ જશે.

તો બાંગ્લાદેશ પહોંચી જશે સેમિફાઈનલમાં

બાંગ્લાદેશના 7મેચમાંથી 7 પોંઈન્ટ છે. તેના બાકી રહેલા બે મુકાબલા ભારત અને પાકિસ્તાન વચ્ચે છે. સેમિફાઈનલમાં પહોંચવા માટે બંને મેચ જીતવાના રહેશે. જેના પરિણામે તેના 11 પોંઈન્ટ થઈ જશે. પણ આ માટે ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાએ પોતાના બાકી બચેલા મેચોમાંથી એક એક મેચ હારવો પડશે.

ન્યૂઝિલેન્ડ થઈ જશે બહાર

ન્યૂઝિલેન્ડને સેમિફાઈનલમાં પહોંચવા માટે એક મેચ જીતવાનો છે. તેની પાસે 13 અંક છે. પણ તેના બાકી બચેલા મેચ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છે. ન્યૂઝિલેન્ડ કોઈ પણ રીતે બંન્ને મેચ હારી જશે તો ઈંગ્લેન્ડ ન્યૂઝિલેન્ડ સાથે ભારતને પણ હરાવી દેશે તો તેના 12 પોંઈન્ટ થઈ જશે. જેના કારણે ન્યૂઝિલેન્ડ ફસાય જશે.

શ્રીલંકા પહોંચશે સેમિફાઈનલમાં

શ્રીલંકાએ રમેલા 6 મેચોમાંથી 6 પોંઈન્ટ મેળવ્યા છે. બાકી બચેલા ત્રણે મેચોને જીતીને તે 12 અંક સુધી પહોંચી શકે છે. પણ જો ઈંગ્લેન્ડને પણ 12 પોંઈન્ટ મળશે તો રનરેટમાં તે શ્રીલંકાથી આગળ નીકળી જશે. એવામાં શ્રીલંકા પણ ઈચ્છશે કે ઈંગ્લેન્ડ એક મેચ હારી જાય.

ભારતની શું છે સ્થિતિ ?

ભારતે અત્યાર સુધીમાં માત્ર પાંચ મેચ રમ્યા છે. ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં વરસાદ પડવાના કારણે મેચ ડ્રોઈ થઈ ગયો હતો. હવે સેમિફાઈનલમાં પહોંચવા માટે ભારતે કોઈ પણ બે મુકાબલા જીતવા પડશે. પણ હવે જો ભારત એક જ મેચ જીતી શકે અને ત્રણ હારી જાય તો 11 અંક પર રહેશે. ભારત બચેલા ચાર પોંઈન્ટથી 17 અંકો સાથે ટોપ પર રહેશે.

READ ALSO

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!