GSTV
Cricket Sports Trending World Cup 2019

ધોનીથી થઇ ગઇ મોટી ચૂક, જો કોહલીની વાત માની લીધી હોત તો….

ડીઆરએસ લેવાનો નિર્ણય મહત્વપૂર્ણ હોય છે કારણ કે જો આ નિર્ણય તમારા પક્ષમાં આવ્યો તો તમે ફરીથી તેનો ઉપયોગ કરી શકો છો. નહી તો પરિણામ ઉલ્ટું આવે તો તમે આ નિર્ણય ફરીથી લેવાની તક ગુમાવી દો છો. કેટલાંક ક્રિકેટ વિશેષજ્ઞોએ તો ડીઆરએસનું નામ ડિસિઝન રિવ્યુ સિસ્ટમના સ્થાને ધોની રિવ્યુ સિસ્ટમ સુદ્ધાં રાખી દીધું છે. તેવામાં ડીઆરએસ લેવાના મામલે ધોની વિરાટનું સૌથી મોટુ હથિયાર માનવામાં આવે છે.

ધોની ડીઆરએસ લેવામાં એક્સપર્ટ છે પરંતુ રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડ કપ મેચમાં માહી પહેલીવાર ડીઆરએસ લેવામાં ફેઇલ થઇ ગયો. બન્યું કંઇક એવું કે ભારત માટે માથાનો દુખાવો બનેલા બાબર આઝમ અને ફખર જમાનની જોડી તોડવા માટે કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના હુકમના એક્કા યુઝવેન્દ્ર ચહલને 17મી ઓવર આપી.

ચહેલની 19મી ઓવરની પાંચમી બોલ બાબર આઝમના પેડ પર અડી અને ચહલે એલબીડબલ્યુની અપીલ કરી પરંતુ અમ્પાયરે તેને નકારી કાઝી. તે બાદ ચહલે ધોની અને કોહલી સાથે વાત કરી. ધોનીની સલાહ પર કોહલીએ ડીઆરએસ ન લીધું. કોહલીને લાગી રહ્યું હતું કે બોલ બાબરના પેડ પર વાગ્યો છે.

કોહલીએ તે સમયે ધોનીનો નિર્ણય માન્ય રાખ્યો અને ડીઆરએસનો યુઝ ન કર્યો. પછીથી રિપ્લેમાં તે સ્પષ્ટ થયું કે બોલ બાબરના પેડ પર વાગ્યો હતો અને બોલ સ્ટંપને હિટ કરી રહ્યો હતો. બાબર તે સમયે 34 રનના અંગત સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો. જો કે ભારતને વધ
 નુકસાન ન થયું અને 24મી ઓવરમાં બાબર આઝમ 48 રનના અંગત સ્કોર પર બોલ્ડ થઇ ગયો.

19મી ઓવરના પાંચમા બોલ પર જો કોહલી ધોનીની વાત ન સાંભળીને ડીઆરએસ લેત તો બાબર આઝમ અને ફખર જમાન વચ્ચે 104 રનની પાર્ટનરશીપ ન થઇ હોત.

Read Also

Related posts

વર્લ્ડ નંબર ટુ બેલ્જીયમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર: મોરક્કોએ રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી મેળવી

Padma Patel

સાયબર ફ્રોડ / ગઠિયાઓ આ અલગ અલગ કારણો આપી લોકોને બનાવે છે છેતરપિંડીનો શિકાર

Akib Chhipa

મહારાષ્ટ્ર / ઉદ્ધવ ઠાકરે ગ્રુપની શિવસેનાએ વંચિત બહુજન અઘાડી સાથે ગઠબંધન કર્યું

Akib Chhipa
GSTV