GSTV

સચિનનો રેકોર્ડ તોડવા રોહિત-વોર્નર વચ્ચે રેસ, કોણ બનાવશે એક જ વર્લ્ડકપમાં વધુ રન?

Last Updated on July 9, 2019 by Bansari

એક જ વન-ડે વર્લ્ડકપમાં સચિન તેંડુલકરનો રેકોર્ડ જોખમમાં મૂકાયો છે. સચિન તેંડુલકરે ૨૦૦૩માં દક્ષિણ આફ્રિકા ખાતે યોજાયેલા વન-ડે વર્લ્ડકપમાં ૧૧ ઇનિંગ્સમાં ૬૭૩ રન નોંધાવ્યા હતા. બીજી તરફ વર્તમાન વર્લ્ડકપમાં રોહિત શર્મા ૮ ઇનિંગ્સમાં ૬૪૭ જ્યારે ડેવિડ વોર્નર ૯ ઇનિંગ્સમાં ૬૩૮ રન નોંધાવી ચૂક્યા છે. આમ, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાથી રોહિત શર્મા ૨૬ રન અને ડેવિડ વોર્નર ૩૫ રન દૂર છે. રોહિત શર્માએ તાજેતરમાં જ એક જ વર્લ્ડકપમાં સૌથી વધુ પાંચ સદીનો રેકોર્ડ બનાવ્યો હતો.

sachin World Cups

સચિન તેંડુલકર વન-ડે વર્લ્ડકપમાં સૌથી વધુ રનનો પણ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. તેંડુલકરે ૧૯૯૨થી ૨૦૧૧ના વર્લ્ડકપમાં ૪૪ ઇનિંગ્સમાં ૫૬.૯૫ની એવરેજથી ૨૨૭૮ રન નોંધાવ્યા હતા, જેમાં ૬ સદીનો સમાવેશ થાય છે.

બીજી તરફ રોહિત શર્મા વર્લ્ડકપમાં વધારે ૧ સદી કરશે તો તે વન-ડે વર્લ્ડકપમાં સૌથી વધુ ૭ સદી કરનારો બેટ્સમેન બની જશે. હાલ ૬-૬ સદી સાથે આ રેકોર્ડ સચિન-રોહિતના સંયુક્ત નામે છે. 

રોહિત શર્માએ વન-ડે વર્લ્ડકપની ૧૬ ઇનિંગ્સમાં ૬૯.૭૮ની એવરેજથી ૯૭૭ રન નોંધાવ્યા છે. આમ, વન-ડે વર્લ્ડકપમાં ૧ હજાર રન પૂરા કરવાથી તે માત્ર ૨૩ રન દૂર છે. ભારતમાંથી અગાઉ તેંડુલકર, વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી જ વન-ડે વર્લ્ડકપમાં ૧ હજારથી વધુ રન નોંધાવી ચૂક્યા છે.

એક જ વર્લ્ડકપમાં સૌથી વધુ રન

બેટ્સમેનવર્ષઇનિંગ્સરનએવરેજ૧૦૦
તેંડુલકર૨૦૦૩૧૧૬૭૩૬૧.૧૮૦૧
હેડન૨૦૦૭૧૦૬૫૯૭૩.૨૨૦૩
રોહિત૨૦૧૯૦૮૬૪૭૯૨.૪૨૦૫
વોર્નર૨૦૧૯૦૯૬૩૮૭૯.૭૫૦૩
શાકિબ૨૦૧૯૦૮૬૦૬૮૬.૫૭૦૨
જયવર્દને૨૦૦૭૧૧૫૪૮૬૦.૮૮૦૧
ગપ્ટિલ૨૦૧૫૦૯૫૪૭૬૮.૩૭૦૨
સંગાકારા૨૦૧૫૦૭૫૪૧૧૦૮.૨૦૦૪

Read Also

Related posts

આલિયા કેટરીના અને દીપિકા પહેલા પોતાના ‘મિત્રની પત્ની’ને ડેટ કરતો હતો રણબીર કપૂર

Pritesh Mehta

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા બેંગ્લોરની જેલમાં પરત મોકલાયો, સુરક્ષા હેઠળ રવાના

pratik shah

અમદાવાદ / મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થતા મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં, સ્વચ્છતા ન જળવાતા એકમોને નોટિસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!