GSTV
Home » News » Video : મહામુકાબલા પહેલા પાકિસ્તાનને જડબાતોડ જવાબ, આ એડથી ભારતે લીધો અભિનંદનના અપમાનનો બદલો

Video : મહામુકાબલા પહેલા પાકિસ્તાનને જડબાતોડ જવાબ, આ એડથી ભારતે લીધો અભિનંદનના અપમાનનો બદલો

રવિવારે એટલે કે 16 જૂને આઇસીસી વર્લ્ડ કપ 2019ની મોસ્ટ એવેઇટેડ ક્રિકેટ મેચ રમાવા જઇ રહી છે. આ મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. બંને ટીમોના ફેન્સ મેચની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. મોટાભાગના ફેન્સ એવી જ પ્રાર્થના કરી રહ્યાં છે કે આ રોમાંચક મુકાબલામાં વરસાદ વિલન ન બને. આ વચ્ચે જ સોશિયલ મીડિયા પર એક એડવર્ટાઇઝમેન્ટ વાયરલ થઇ રહી છે જેને પાકિસ્તાનની તે એડનો જવાબ કહેવામાં આવી રહ્યો છે જેમાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનો ડુપ્લિકેટ દર્શાવીને ભારતીય ટીમ પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં હતા.

પાકિસ્તાનને જડબાતોડ જવાબ

આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક વાળંદની દુકાનમાં પાકિસ્તાની ફેન, ભારતીય ફેનને ફાધર્સ ડેની શુભકામના આપતા રૂમાલ ભેટમાં આપે છે. ઇન્ડિયન ફેન પૂછે છે કે તેણે રૂમાલ શા માટે આપ્યો? તેના જવાબમાં પાક ફેન કહે છે કે હાર બાદ આ રૂમાલ આંસૂ લૂછવા કામમાં આવશે. તે બાદ પાક ફેન વાળંદને કહે છે કે તે આફ્રિકી સ્ટાઇલમાં દાઢી બનાવી આપે. પરંતુ વાળંદ ખેલ કરી નાંકે છે અને તેને વિંગ કમાન્ડર અભિનંદનનો લુક આપી દે છે. તમે પણ જુઓ આ મજેદાર વિડિયો…..

આ વીડિયોને V Seven Pictures નામની યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવ્યો છે. જેને ‘મૌકા-મૌકા’ સીરીઝ અંતર્ગત બનાવવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઇ ચુક્યાં છે અને હજારો લોકોએ તેને પસંદ કર્યો છે. ટ્વિટર, ફેસબુક અને વૉટ્સએપ પર આ વીડિયો ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાને ઉડાવી હતી વિંગ કમાન્ડર અભિનંદનની મજાક

હકીકતમાં 16 જૂને આઇસીસી વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ મેચ રમાવા જઇ રહી છે. તેવામાં સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની એડવર્ટાઇઝમેન્ટ વાયરલ થઇ રહી છે. તેમાં વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના લુકમાં એક પાકિસ્તાની મોડેલ ક્રિકેટ પર વાત કરી રહ્યો છે.

વિંગ કમાન્ડરના અંદાજમાં આપ્યો આવો જવાબ

વીડિયોમાં અભિનંદન જેવા દેખાતા મોડેલને 16 જૂને રમાનાર ઇન્ડિયા-પાકિસ્તાન મેચ વિશે સવાલ કરવામાં આવી રહ્યો છે. ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન શું હશે? ટીમ ઇન્ડિયા વિરુદ્ધ પાકિસ્તાનની ટીમનુમ ગેમ સ્ટ્રેટેજી શું હશે? આ તમામ સવાલોના જવાબમાં મોડેલ કહે છે, ‘મને માફ કરો, હું આ વિશેની જાણકારી ન આપી શકું’

વીડિયોમાં મોડેલ અભિનંદનની જેમ ચા પીતો નજરે પડી રહ્યો છે. જો કે કસ્ટડી દરમિયાન સામે આવેલા વીડિયોમાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ઘણાં શાંત દેખાઇ રહ્યાં હતા. આ નવી એડવર્ટાઇઝમેન્ટમાં અભિનંદન બનેલો પાકિસ્તાની મોડેલ ભયભીત લાગી રહ્યો છે.

Read Also

Related posts

ટેક ઓફ પહેલા પ્લેનની વિંગ પર ચઢીને યુવકે મચાવ્યું દંગલ, મચી ગઈ અફડા-તફડી

Path Shah

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમનું એલાન, ધોનીની જગ્યાએ આ ખેલાડીને મળી તક

Mayur

Twitter જણાવશે આખરે કેમ દેખાય છે This Tweet is unavailableનો મેસેજ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!