GSTV
Home » News » ધોનીના રન આઉટ થતાં જ ફેનને લાગ્યો આઘાત, મેચ જોતાં-જોતાં થઇ ગયું મોત

ધોનીના રન આઉટ થતાં જ ફેનને લાગ્યો આઘાત, મેચ જોતાં-જોતાં થઇ ગયું મોત

ક્રિકેટમાં ઘણીવાર એવી ક્ષણ આવી જાય છે જેમાં ચાહકોના શ્વાસ અધ્ધર થઇ જાય છે પરંતુ જો અસલ જીંદગીમાં આ જ રોમાંચના કારણે કોઇના શ્વાસ અટકી જાય તો? હકીકતમાં આવું જ કંઇક બન્યું છે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા આઉટ થતા જ એક ક્રિકેટ ફેનને એટલો મોટો આંચકો લાગ્યો કે તેમનુ મોત થઈ ગયુ.

ઘટના કલકત્તાની છે. જ્યારે માન્ચેસ્ટરમાં ભારત-ન્યુઝીલેન્ડની વચ્ચે મેચ રમવામાં આવી તે પહેલા સેમિફાઈનલનો રોમાંચ પોતાની ચરમસીમાએ હતો. છેલ્લા 11 બોલમાં ભારતને 25 રન જોઈતા હતા. 49મી ઓવરની ત્રીજા બોલ પર બીજા રન મેળવવાની ફિરાકમાં ધોની રન આઉટ થઈ ગયો. તે સમયે કલકત્તાના સાઈકલ દુકાનદાર શ્રીમંત મૈતી પોતાની દુકાનમાં બેસીને મોબાઈલ પર મેચ જોઈ રહ્યા હતા.

કલકત્તાના શ્રીમંત મેતીને એવો આઘાત લાગ્યો, જેને તેઓ સહન કરી શક્યા નહીં અને ધોનીના આઉટ થવાના તરત બાદ જ દુકાનની અંદર જ તેમના શ્વાસ રોકાઈ ગયા. 

શ્રીકાંત મૈતીના પરિચિત દુકાનદારોના જણાવ્યા અનુસાર ઉંચો અવાજ સંભળાવવા પર લોકો દુકાનમાં મદદ માટે પહોંચ્યા. જમીન પર અચેત અવસ્થામાં પડ્યા જોઈને તેમને હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.

Read Also

Related posts

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ યથાવત, કૃષિમંત્રી થયા દોડતા

Kaushik Bavishi

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva

અમદાવાદમાં વધતા પ્રદુષણને રોકવા મ્યુનસીપલ કોર્પોરેશને લીધો આ નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!