GSTV
Home » News » ઇંગ્લેન્ડના કારણે ટીમ ઇન્ડિયા નહી પહેરી શકે બ્લૂ જર્સી, ‘ભગવા’ રંગમાં રંગાશે વિરાટ બ્રિગેડ

ઇંગ્લેન્ડના કારણે ટીમ ઇન્ડિયા નહી પહેરી શકે બ્લૂ જર્સી, ‘ભગવા’ રંગમાં રંગાશે વિરાટ બ્રિગેડ

વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ વિરુદ્ધ 30 જૂને રમાનાર મુકાબલામાં પરંપરાગત બ્લૂ જર્સીના બદલે ભગવા રંગની જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. ઇંગ્લેન્ડ સાથે રમાનાર આ મેચમાં તેણે પોતાની ‘અલટરનેટ જર્સી’નો ઉપયોગ કરવાનો રહેશે, જે નારંગી હશે.

આઇસીસી નિયમો અનુસાર યજમાન ટીમે આઇસીસી ઇવેન્ટમાં રમતા પોતાની જર્સીના રંગને યથાવત રાખવાનો હોય છે. જો કે ભારતની જર્સી પણ બ્લૂ કલરની છે, તેવામાં ભારતની જર્સીમાં આ બદલાવ કરવામાં આવ્યો છે. પરંતુ યજમાન ટીમ ઇંગ્લેન્ડ બ્લૂ જર્સીમાં જ ઉતરશે.

જણાવી દઇએ કે હાલના વર્લ્ડ કપમાં 2 જૂને સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં પોતાની ટી-શર્ટ બદલી હતી. તે મેચમાં આફ્રિકાના ખેલાડી ગ્રીનના બદલે પીળી ટીશર્ટમાં મેદાન પર ઉતર્યા હતાં.

ભારત અને અફઘાનિસ્તાન બંનેની ટીશર્ટ બ્લૂ છે, તેવામાં બંને વચ્ચે શનિવારે રમાનાર મેચમાં અફઘાનિસ્તાને પોતાની કિટ બદલવી પડી શકે છે. વર્લ્ડ કપ 2019ના આઇસીસી શેડ્યૂલ અનુસાર સાઉથેમ્પ્ટનમાં રમાનાર આ મેચને ભારતની ઘરેલૂ મેચ માનવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર ટીમ ઇન્ડિયાની ભગવા જર્સીને લઇને લોકો ફેક ભગવા જર્સીની તસવીરો શેર કરી રહ્યાં હતા. એક યુઝરે ફેક જર્સીનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે શું અમિત શાહે ટીમની જર્સીને ડિઝાઇન કરી છે? ત્યાં કેટલાંક લોકો કેન્દ્રની મોદી સરકારને લોકસભા ચૂંટણીમાં મળેલી જીત સાથે જોડીને જોઇ રહ્યાં છે.

ટીમ ઇન્ડિયા આગામી મેચ 22 જૂને અફઘાનિસ્તાન સામે રમશે. જે બાદ તેણે 27 જૂને વેસ્ટઇન્ડિઝ અને 30 જૂને ઇંગ્લેન્ડ સામે મેચ રમવાની છે. ઇંગ્લેન્ડ બાદ ભારત 2 જુલાઇએ બાંગ્લાદેશ અને 6 જુલાઇએ શ્રીલંકા વિરુદ્ધ મેચ રમવાની છે.

Read Also

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

જેનું કામ ખાવાનું પહોંચાડવાનું હતુ, તેનુ ગીત થયુ વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!