GSTV
Home » News » World Cup 2019: આ ધુરંધરો ભારતને બનાવશે વિશ્વ વિજેતા, આ છે ટીમ ઇન્ડિયાની તાકાત અને નબળા પાસા

World Cup 2019: આ ધુરંધરો ભારતને બનાવશે વિશ્વ વિજેતા, આ છે ટીમ ઇન્ડિયાની તાકાત અને નબળા પાસા

India world cup


ક્રિકેટના મહાકુંભ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં રૂષભ પંતનું પત્તુ કાપવામાં આવ્યુ છે. ટીમમા દિનેશ કાર્તિકને તક આપવામાં આવી છે. ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, કેદાર જાધવ અને એમ.એસ ધોનીને બેટિંગની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કે,એલ રાહુલને ત્રીજા ઓપરનર તરીકે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.

ટીમમાં ઓલ રાઉન્ડર તરીકે  હાર્દિક પંડ્યા અને વિજય શંકરને સ્થાન મળ્યુ છે. સ્પિનર તરીકે કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલ સિવાય રવિન્દ્ર જાડેજાની પસંદરી કરવામાં આવી છે. તેમની સાથે  મોહમ્મદ શમી અને ભુવેશ્વર કુમારને પણ ટીમમાં સ્થાન મળ્યુ છે. ટીમ ઈન્ડિયામાં ચોથા નંબરના બેટસમેન  તરીકે કેપ્ટન કોહલી પાસે કે.એલ. રાહુલ, દિનેશ કાર્તિક અને વિજય શંકર સાથ આપશે.

 આ ઉપરાંત ચોથા ક્રમાકે વિરાટ કોહલી ધોનીને મેદાનમાં ઉતારી શકે છે. ઝડપી બોલર તરીકે કોહલી પાસે શમી, ભુવનેશ્વર અને બુમરાત મોરચો સંભાળશે. જ્યારે સ્પિનર તરીકે યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ ટીમમાં મહત્વની ભૂમિકા ભજવશે. કોહલીએ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડના પ્રવાસ દરમ્યાન ચહલ અને  કુલદીપમાંથી એકને ટીમમાં સ્થાન આપ્યુ હતુ.

એક નજર ટીમ ઇન્ડિયાની તાકાત અને નબળાઇઓ પર

વિરાટ કોહલી

તાકાત : જબરદસ્ત બેટ્સમેન, રનમાં ગજબ નિરંતરતા

નબળાઇ : ધીરજની ઉણપ, વન ડેમાં રણનીતિ બનાવવામાં કુશળતા નહી

30 વર્ષીય વિરાટ કોહલી પાસે 227 વન ડે રમવાનો અનુભવ છે. આ દરમિયાન તેણે 59.57ની સરેરાશથી 10843 રન બનાવ્યાં છે. જેમાં 41 સદી અને 49 અડધી સદી સામેલ છે. જ્યારે કેપ્ટન તરીકે તેણે ટીમને 68 વન ડેમાં જીત અપાવી છે. સાથે જ આ કોહલીનો ત્રીજો વર્લ્ડ કપ હશે. 2011ના વર્લ્ડ કપમાં કોહલીએ 9 મેચમાં એક સદીની મદદથી 282 રન તો 2015ના વર્લ્ડ કપમાં 8 મેચમાં 305 રન ફટકાર્યા હતાં.

એમએસ ધોની

તાકાત : 3 વર્લ્ડ કપનો અનુભવ, ગજબની નિરંતરતા

નબળાઇ : રિફ્લેક્સેઝ ધીમા, ધીમી બેટિંગ

37 વર્ષીય ધોની દુનિયાના એકમાત્ર કેપ્ટન છે જેણે આઇસીસીની ત્રણેય ટૂર્નામેન્ટ જીતી છે. જ્યારે 341 વન ડે મેચમાં તેણે 50.72ની સરેરાશથી 10500 રન બનાવ્યાં છે. આ દરમિયાન 10 સદી અને 71 અડધ
 સદી ફટકારી છે. આ ધોનીનો ચોથો વર્લ્ડ કપ હશે. વેસ્ટઇન્ડીઝમાં 2007માં રમાયેલા વર્લ્ડ કપમાં ત્રણેય મેચમાં 29 રન, 2011માં 9 મેચમાં 241 રન અને 2015માં 237 રન બનાવીને પોતાનો દમ દેખાડી ચુક્યો છે. જ્યારે ધોની પાસે 200 વન ડે મેચમાં કેપ્ટન્સી કરવાનો અનુભવ છે.

રોહિત શર્મા

Rohit Sharma

તાકાત : ઇંગ્લેન્ડમાં શાનદાર રેકોર્ડ, મોટી ઇનિંગ રમવામાં માહેર

નબળાઇ : કંસિસ્ટન્સીમાં કમી, સ્વિંગ બોલ સામે મુશ્કેલી

હિટમેન રોહિત શર્મા દુનિયાનો વિસ્ફોટક ઓપનર માનવામાં આવે છે જ્યારે 206 વન ડે મેચનો અનુભવ ધરાવતા આ ખેલાડીએ વન ડે ઇતિહાસમાં સૌથી વધુ ત્રેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિતે અત્યારસુધી 47.39ની સરેરાશથી 8010 રન બનાવ્યાં છે. જેમાં 22 સદી અને 41 અડધી સદી છે. જ્યારે તેણે 2015ના વર્લ્ડ કપમાં આઠ મેચમાં 47.14ની સરેરાશથી 330 રન બનાવ્યાં છે. આ દરમિયાન તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી છે.

શિખર ધવન

તાકાત : ઝડપી રન લઇ શકે,ઇંગ્લેન્ડમાં રમવાનો અનુભવ

નબળાઇ : સ્વિંગ બોલીંગ, નબળુ ફુટવર્ક

33 વર્ષીય લેફ્ટ આર્મ બેટ્સમેન ધવન ટીમમાં સાથીઓ વચ્ચે ગબ્બરના નામે લોકપ્રિય છે. તે 128 વન ડે મેચમાં 44.62ની સરેરાશથી 5355 રન બનાવી ચુક્યો છે. જ્યારે આ દરમિયાન તેણે 16 સદી અને 27 અડધી સદી ફટકારી છે. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2013 અને 2017માં જબરદસ્ત ધમાલ મચાવનાર આ ખેલાડીએ ગત વર્લ્ડ કપમાં 8 મેચમાં 412 રન બે સદીની મદદથી બનાવ્યાં હતાં.

કેએલ રાહુલ

તાકાત : તોફાની બેટિંગ, ટીમ માટે ઓલરાઉન્ડરની ભુમિકા નિભાવી શકે છે

નબળાઇ : સ્વિંગ બોલીંગ, ઇંગ્લેન્ડમાં ખરાબ અનુભવ

26 વર્ષીય કેએલ રાહુલ દમદાર બેટ્સમેન છે. તે ફક્ત ઓપનર તરીકે રમી શકે છે જ્યારે નંબર ચારની ગુત્થીનો ઉકેલ લાવવામાં પણ દમ દેખાડી શકે છે. અત્યાર સુધી તેણે 14 વન ડે મેચમાં  34.30ની સરેરાશથી 343 રન બનાવ્યાં છે. આ દરમિયાન તેણે એક સદી અને બે અડધી સદી ફટકારી છે.

Read Also

Related posts

સ્વામી નિત્યાનંદન આશ્રમ અંગે થયો મોટો ખુલાસો, રાજ્ય સરકારના આદેશ બાદ થશે કાર્યવાહી

Nilesh Jethva

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છોડી રહ્યા છે નોકરીઓ, કારણ જાણીને તમે પણ થઈ જશો દંગ

Mansi Patel

ફિલ્મોની વાર્તા છુપાવીને રાખતો આમીર ફસાય ગયો, એક જ પોસ્ટરમાંથી નીકળ્યું આટલું મોટું ક્લૂ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!