GSTV

World Cup 2019 : વર્લ્ડકપમાં ભારતનો વિજય રથ રોકાયો, ઈંગ્લેન્ડે 31 રને હરાવ્યું

વર્લ્ડ કપ 2019માં ઈગ્લેન્ડ સામે ભારતની 31 રને પહેલી હાર થઈ છે. 338 રનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. કેએલ. રાહુલ શૂન્ય રને આઉટ થયો હતો.

ત્યાર બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી. રોહિત શર્માએ 109 બોલમાં 102 રન બનાવી આઉટ થયો હતો જ્યારે વિરાટ કોહલીએ 66 રનનું યોગદાન આપ્યું હતું. હાર્દીક પંડ્યા એ 33 બોલમાં 45 રનની ઈનિંગ રમી હતી. ધોની 42 રનની ઈનિંગ રમી હતી. શર્માની સદી એળે ગઈ હતી. ભારતનો વિજય રથ રોકાયો અને યજમાન ટીમે ભારતને હરાવ્યું હતું.

ટૉસ જીત્યાં પછી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી યજમાન ઈંગ્લેન્ડની ટીમે નિર્ધારીત 50 ઓવરમાં 337 રન બનાવ્યા હતા. જેમાં બેયરસ્ટોએ ધમાકેદાર 111 રન બનાવ્યા હતા. જેસન રોયના 66 રન અને બેન સ્ટોક્સની 79 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી શમીએ 10 ઓવરમાં 69 રનમાં 5 વિકેટ લીધી.

તે જ સમયે, બૂમરાએ 10 ઓવરમાં એક વિકેટ ઝડપી હતી. જ્યારે અન્ય બોલરો ઈંગ્લેન઼્ડનાં બેટ્સમેનો સામે ટકી શક્યા નહી. ઉલ્લેખનીય છે કે ભારત અત્યાર સુધીમાં વિશ્વ કપમાં 288 થી વધુ સ્કોર ચેઝ કરી શક્યું નથી.

ઇંગ્લેન્ડ: જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, ઓઇન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, લિયમ પ્લન્કેટ, આદિલ રશીદ, ક્રિસ વોક્સ અને માર્ક વુડ

ભારત: રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, ઋષભ પંત, એમએસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ

Related posts

દિલ્હીમાં 82 વર્ષના વૃદ્ધે કોરોના વાયરસને હરાવી દીધો

Nilesh Jethva

14 તારીખથી વધુ લંબાઈ શકે છે લોકડાઉન, 8 રાજ્યોએ આગળ વધારવા કર્યું સમર્થન

Nilesh Jethva

કોરોનામાં સુપ્રીમ કોર્ટે મોદી સરકારને કર્યો આ આદેશ, જો કે આ રાહત પણ આપી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!