પાકિસ્તાનને વધુ એક ઝટકો, વર્લ્ડ કપમાં પાક સામેની મેચ નહી રમે ટીમ ઇન્ડિયા!

આ વર્ષે ઇંગ્લેન્ડમાં રમાનાર આસીસી વર્લ્ડ કપ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર સંકટના વાદળ છવાયા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચ પર પ્રશ્નાર્થ છે.

ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમવાથી ઇનકાર કરી શકે છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર જો સરકાર ઇનકાર કરે તો ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેચ નહી રમે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂને મેચ રમાશે.

પુલવામા હુમલા પછી દેશમાં ગમ અને ક્રોધનુ વાતાવરણ છે. પુલવામામાં આત્મઘાતી હુમલામાં 40 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)નાં જવાનો શહીદ થયા હતા. આ હુમલા પછી ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા (સીસીઆઈ)ના સચિવ સુરેશ બાફનાએ કહ્યું છે કે આગામી વિશ્વ કપમાં પાકિસ્તાન સાથે ભારતને ન રમવું જોઈએ. મળતા સમાચારો અનુસાર સુરેશે કહ્યું હતું કે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન કાશ્મીરનાં આક્રમણ અંગે કંઈ બોલતા નથી મતલબ કે કંઈક ગરબડી છે.

સુરેશે કહ્યું કે અમે અમારા સૈન્ય અને સીઆરપીએફ જવાનો સામે આતંકવાદી ઘટનાઓની નિંદા કરીએ છીએ. સીસીઆઈ એક સ્પોર્ટ્સ સંસ્થા છે પરંતુ રમત પહેલા દેશ આવે છે. ઇમરાન ખાનને જવાબ આપવો જોઇએ. તે વડાપ્રધાન છે અને જો તેઓ માને છે કે આ હુમલામાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા નથી, તો તે શા માટે બહાર આવી રહ્યા નથી? તેઓને ખુલ્લી રીતે બહાર આવવું જોઈએ. લોકોને સત્ય જણાવવું જોઈએ. તે લોકો સામે નથી આવતા, તેનો અર્થ એ છે કે કંઈક તો ગરબડી છે.

જણાવી દઇએ કે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગત ગુરુવારે સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલામાં સીઆરપીફના 40 જવાન શહીદ થઇ ગયાં હતાં. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જેશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની માંગ કરવામાં આવી રહી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter