GSTV
Home » News » ENG-NZ Finale : જાણો ફાઈનલમાં કોનું પલડુ ભારે રહેશે

ENG-NZ Finale : જાણો ફાઈનલમાં કોનું પલડુ ભારે રહેશે

ઈયાન મોર્ગનની કેપ્ટનશીપ ધરાવતી ઈંગ્લેન્ડની ટીમનો રંગેચંગે ફાઈનલમાં પ્રવેશ થઈ ચૂક્યો છે. ગુરૂવારે રમાયેલા બીજા સેમિફાઈનલમાં એશિઝના પોતાના પરંપરાગત હરિફને પરાજય આપી ઈંગ્લેન્ડની ટીમે 27 વર્ષ બાદ વિશ્વકપની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

છેલ્લે ઈંગ્લેન્ડ 1992માં વિશ્વકપની ફાઈનલમાં પહોંચી હતી. હવે ઈંગ્લેન્ડની ટીમ ચોથી વખત ફાઈનલ રમશે. આ પહેલા ઈંગ્લેન્ડ 1979, 1987 અને 1992ના વિશ્વકપમાં ફાઈનલમાં પહોંચી ચૂકી છે. પણ ત્રણે વખત તેને રનર્સ અપ તરીકે સંતોષ માનવો પડ્યો છે.

2019ના વિશ્વકપની ફાઈનલમાં ઈંગ્લેન્ડની ટક્કર ન્યૂઝિલેન્ડની સામે થશે. રવિવારે 14 જુલાઈના રોજ લોર્ડ્સના મેદાનમાં બંન્ને ટીમો આમને સામને હશે. અત્યાર સુધી આ બંન્ને ટીમોએ વિશ્વકપમાં કોઈ ખિતાબ જીત્યો નથી. જેથી કોઈ પણ ટીમ જીતશે એ પહેલી વખત વિશ્વકપ જીતશે. આ સાથે જ દુનિયાને એક નવો વિશ્વચેમ્પિયન મળશે.

ન્યૂઝિલેન્ડની ટીમની વાત કરવામાં આવે તો બીજી વખત વિશ્વકપની ફાઈનલમાં હશે. આ પહેલા જ્યારે ન્યૂઝિલેન્ડની ટીમ 2015ના વિશ્વકપની ફાઈનલમાં હતી ત્યારે તેને ઓસ્ટ્રિલાયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

વિશ્વકપ શરૂ થતા પહેલા એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ઈંગ્લેન્ડ જીતની પ્રબળ દાવેદાર છે. પોતાના ઘરમાં ઈંગ્લેન્ડ પાસે વિશ્વકપ જીતવાનો મોકો છે. 1979, 1987 અને 1992ની વિશ્વકપ ફાઈનલમાં ક્રિકેટના જન્મદાતા એવા ઈંગ્લેન્ડની કિસ્મત ખરાબ રહી હતી. 1979માં વેસ્ટ ઈન્ડિઝના હાથે તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 1987ના વિશ્વકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હાર ખમવી પડી હતી તો 1992ના વિશ્વકપમાં પાકિસ્તાને જીતનો સ્વાદ ચાખવા નહોતો દીધો.

ઈંગ્લેન્ડે ગુરૂવારે એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલ બીજી સેમિફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટથી હરાવી સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 224 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ઈંગ્લેન્ડે 32 ઓવરમાં બે વિકેટના નુકસાન પર હાંસિલ કરી લીધો હતો. ઈંગ્લેન્ડના જેસન રોયે 65 બોલમાં નવ ચોગ્ગાની મદદથી 85 રનની ઈનિંગ રમી હતી. કેપ્ટન ઈયાન મોર્ગને નોટ આઉટ 45 રન અને જો રૂટે અણનમ 49 રનની ઈનિંગ રમી હતી. જોની બેયરસ્ટો 34 રનનું યોગદાન આપ્યું હતું.

READ ALSO

Related posts

5 વર્ષમાં સૌથી ઊંચા મકાઈના ભાવ : કૃષિ કોમોડિટીમાં સૌથી સફળ પાક

Karan

અદનાન સામીને મ્યુઝિકનાં દમ પર ઉડાવી દીધુ બોટલનું ઢાંકણું, વીડિયો મચાવી રહ્યો છે ધૂમ

Mansi Patel

Photos: આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!