GSTV
Gujarat Government Advertisement

હવે 2023માં પણ વર્લ્ડ કપ જીતવો ભારત માટે મુશ્કેલ હશે

Last Updated on July 13, 2019 by Mayur

વર્લ્ડકપની સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની કારમી હારનો આઘાત જલ્દી વિસરાય તેમ નથી. કારણકે આ વખતે ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવા માટે હોટ ફેવરિટ હતી અને લીગ મેચમાં ભારતીય ટીમે અપેક્ષા અનુસાર જ દેખાવ કર્યો હતો.

જોકે હવે 2023માં પણ ભારત માટે વર્લ્ડકપ જીતવુ મુશ્કેલ લાગી રહ્યુ છે. 2023માં ભારતમાં જ વર્લ્ડકપ રમાવાનો છે પણ ઘરઆંગણે પણ વિશ્વ કપ જીતવાનુ સ્વપ્ન વાસ્તવિકતામાં પલટવાનુ અઘરૂ છે. એક તો ધોની 2023માં ભારતીય ટીમમાં નહી હોય. બીજી તરફ ભારતના દિગ્ગજ બેટસમેનો રોહિત શર્મા, શિખર ધવન 36 વર્ષની વય વટાવી ગયા હતા. કોહલી પણ તે વખતે 34 વર્ષનો હશે.

આ વયે કોઈ પણ બેટસમેનના પરફોર્મન્સ પર અસર પડતી હોય છે. કારણકે બોલને પારખવાની બેટસમેનની ક્ષમતા સ્વાભાવિક રીતે ઓછી થઈ જાય છે. બેટિંગ રિફ્લેક્સીસ પર પણ વયની અસર દેખાવ માંડે છે. ભૂતકાળમાં યુવરાજ સિંહ અને સહેવાગ જેવા દિગ્ગજો સાથે પણ આવુ થયેલુ છે.આ સંજોગોમાં ચાર વર્ષ પછી પણ કોહીલ, રોહિત અને ધવન જેવા બેટસમેનોનુ સુપર ફોર્મ યથાવત હશે તેવુ કહેવુ મુશ્કેલ છે.

નંબર ચાર પર બેટિંગ માટેનો યોગ્ય દાવેદાર છેલ્લા ચાર વર્ષથી મળી રહ્યો નથી. હજી એકાદ બે વર્ષ આ જ પ્રકારની સ્થિતિ રહેશે. કારણકે આ સ્થાન માટે ભારત ઘણા બેટ્સમેનો અજવમાવી ચુક્યા છે.ધોનીએ ભલે નિવૃત્તિ જાહેર ના કરી હોય પણ 2023નો વર્લ્ડકપ તે રમે તેવી આશા રાખવી ખોટી છે. તે સમયે ધોની 42 વર્ષનો હશે. ધોનીનો વિકલ્પ શોધવો પડકાર છે. ભારતના હાલના ઈન ફોર્મ બોલર્સ બુમરાહ, ભુવનેશ્વર કુમાર, ચહલ અને કુલદીપ યાદવના દેખાવ પર પણ ઉંમરની અસર પડશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ફાયદાની વાત: આ બેંક જૂની ઓટો લોન પર આપી રહી છે 18 હજારનું રિફંડ, એક મહિનાની અંદર પુરૂ કરી નાખો આ કામ

Pravin Makwana

ટ્રિક/ કારની બેટરી વારંવાર થઇ જાય છે ડિસ્ચાર્જ? આ ટિપ્સ અપનાવશો તો વધી જશે લાઇફ

Bansari

ઘરેલૂ ઉપચાર/ હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો એક ગ્લાસ ટામેટાંનો રસ પીઓ, આ છે બનાવવાની ઉત્તમ રીત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!