GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

લોકસભામાં ભારે મતોથી જીતનારા આ સાંસદ હવે વર્લ્ડકપમાં કોમેન્ટ્રી કરશે

લંડનના ઓવલ ગ્રાઉન્ડમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. આ મેચમાં તાજેતરમાં જ લોકસભા ચૂંટણી લડી સારી સરસાઇથી જીતી ચૂકેલ સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર કોમેન્ટ્રી કરતા જોવા મળશે. આ વિશેની જાણકારી આપતાં ગૌતમ ગંભીરે ટ્વિટર પર લખ્યું છે કે, થોડા દિવસ માટે મુંબઈ કોમેન્ટ્રી માટે જશે. ગંભીર વર્લ્ડ કપમાં સ્ટાર સ્પોર્ટ્સ ઈન્ડિયા પર કોમેન્ટ્રી કરતા જોવા મળશે.

ગંભીરે ટ્વિટ કરી જણાવ્યું છે કે, આ દરમિયાન તેઓ શ્રેષ્ઠ વિવાહ સ્થિત તેમની ઈસ્ટ દિલ્હીની ઓફિસના સંપર્કમાં રહેશે. ત્યાંની નિયમિત અપડેટ્સ સુમિત નરવાલ અને ગૌરવ અરોડા પાસેથી લેતા રહેશે. ગૌરવે જણાવ્યું કે, તેમનો @StarSportsIndia સાથે કરાર હતો, એટલે થોડા સમય માટે દિલ્હીથી દૂર રહેશે.

ગૌરવે જણાવ્યું છે કે, મેં મારા સંસદીય ક્ષેત્રને દિલ્હીમાં બેસ્ટ બનાવવાનું કમિટમેન્ટ કર્યું છે, જે હું પૂરું કરીશ, જેમાં કોઇ બદલાવ નહીં આવે. આ પહેલાં ગંભીર આઈપીએલની શરૂઆતની મેચમાં કોમેન્ટ્રી કરતા જોવા મળ્યા હતા, પરંતુ ચૂંટણીની તૈયરીઓ શરૂ થતાં જ કોમેન્ટ્રીથી દૂર થઈ ગયા હતા. આઈપીએલ બાદ હવે ગંભીર વર્લ્ડકપમાં કોમેન્ટ્રી કરતા જોવા મળશે.

ઉલ્લેખનિય છે કે, આઈસીસી વર્લ્ડકપ 2019માં કોમેન્ટ્રી બાબતે એક અનોખી બાબત જ જાણવા મળી હતી. બુધવારે ભારત-દક્ષિન આફ્રિકાની મેચની કોમેન્ટ્રી એક હોટલના રૂમમાંથી થઈ રહી હતીં. સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલ સ્ટેડિયમમાં થયેલ મેચમાં કેમન્ટેટર નિયમિત પ્રેસ બોક્સની જગ્યાએ આયોજન સ્થળ પર હિલ્ટન હોટલના એક રૂમમાંથી કોમેન્ટ્રી કરી રહ્યા હતા. જેનો વિડીયો દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી શૉન પોલૉકે ટ્વિટ કર્યો હતો.

1.29 સેકન્ડના આ વિડીયોમાં કોમેન્ટ્રી બૉક્સની એ બધી જ સુવિધાઓ બતાવવામાં આવી છે, જે કમેન્ટેટર, નિર્દેશક અને સ્ટૈટિક્સોં માટે હોય છે. પૂર્વ ઑલરાઉન્ડરે પોતાની ટ્વિટમાં લખ્યું છે ‘દક્ષિણ આફ્રિકા Vs ભારત માટે અનોખુ મેદાન’

Related posts

વિશ્વાસમતમાં બચી ગઇ મણિપુરની BJP સરકાર, ગુસ્સામાં કોંગ્રેસ ધારાસભ્યોએ ફેંકી ખુરશીઓ

Bansari

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1056 કેસો નોંધાયા, ફક્ત છેલ્લા 10 દિવસમાં 10682 કેસો આવ્યા સામે

pratik shah

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણનો અંત: કોંગ્રેસમાં પાયલટની ‘ઘર’ વાપસી, ગહેલોત જ રહેશે CM

Bansari
Do NOT follow this link or you will be banned from the site!