GSTV
Home » News » World Cup 2019: યજમાન ઈંગ્લેન્ડનો શાનદાર વિજયી આગાઝ, પ્રથમ મેચમાં દ.આફ્રિકાને 104 રનથી હરાવ્યું

World Cup 2019: યજમાન ઈંગ્લેન્ડનો શાનદાર વિજયી આગાઝ, પ્રથમ મેચમાં દ.આફ્રિકાને 104 રનથી હરાવ્યું

આઈ.સી.સી. ક્રિકેટ વર્લ્ડકપ ટુર્નામેન્ટની ઉદ્ઘાટન મેચ યજમાન ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લંડનના ‘ઓવલ’માં રમાઈ હતી.ટૉસ ગુમાવ્યા પછી પહેલી બેટીંગ કરવા ઉતરી ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવાની ને 311 રન બનાવી હતી. જેમાં ઈંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે સૌથી વધુ 89 રન કર્યા. તેણે નવ બાઉન્ડ્રી સાથે 79 બોલમાં આટલા રન ફટકાર્યા હતા.

જ્યારે કેપ્ટન ઇઓન મોર્ગને ચાર ચોક્કા અને ત્રણ છગ્ગાની મદદથી 60 બોલમાં 57 રન બનાવ્યા. જેસન રોયે 53 બોલમાં 54 રન બનાવ્યા. જૉ રુટએ 59 બોલમાં 51 રન બનાવ્યા. તેની ઇનિંગમાં પાંચ ચૌકા હતા. જ્યારે દક્ષિણ આફ્રિકા માટે, લુંગી નગીદીએ ત્રણ, ઈમરાન તાહિર અને કાગીસો રબાદા બે-બે અને એડિલ ફેહુલક્વિયાઓએ એક વિકેટ લીધી હતી.

312 ના લક્ષ્યાંકનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની આખી ટીમ 39.5 ઓવરમાં 207 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે સૌથી વધારે રન ક્વિન્ટન ડી કૌકે (68) બનાવ્યા હતા.માં આવ્યા હતા. વેન ડેર ડ્યુસેન (50) અને ફેહલુક્વેવે 24 રન બનાવ્યા. ઈંગ્લેન્ડ માટે આર્ચરે ત્રણ વિકેટ ઝડપી હતી. પ્લંકેટ અને સ્ટ્રોક્સે 2-2 વિકેટ લીધી હતી. અને ઈંગ્લેન્ડ નો શાનદાર વિજયી આગાઝ કર્યો છે.જેમાં 104 રનથી ઈંગ્લેન્ડે દ.આફ્રિકાની ટીમને હરાવીને જીતની શરૂઆત કરી છે.

જો ઈંગ્લેન્ડમાં પાછળનાં વર્લ્ડ કપ જોવા જઈએ, તો તે ખૂબ જ નિરાશાજનક હતું. ટીમ ગ્રુપ રાઉન્ડની બહાર થઈ ગઈ હતી, પરંતુ ઇઓન મોર્ગનની કેપ્ટનસી વાળી આ ટીમએ તેના પછી જબરજસ્ત સુધારાઓ કર્યા છે.

ઈંગ્લેન્ડ: ઇઓન મોર્ગન (કેપ્ટન), જેસન રોય, જો રૂટ, જોની બેયરસ્ટો (વિકેટકીપર), મોઈન અલી, બેન સ્ટોક્સ, જોસ બટલર, જોફરા આર્ચર, લિયમ પ્લંકેટ, આદિલ રશીદ, ક્રિસ વોક્સ.

દક્ષિણ આફ્રિકા: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), હાશીમ અમલા, એડિન માર્કરમ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), જેપી ડુમિની, રાસી વૈન ડેર ડુસૈન, કાગીસો રાબાડા, લુંગી એનગિડી, ઇમરાન તાહિર, એડિલ ફેહલુક્વાયો, ડ્વયાન પ્રીટોરિયસ.

READ ALSO

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!