GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

પુરો થયો વર્લ્ડ કપ 2019, પરંતુ કોઈ પણ ન તોડી શક્યુ સચિન તેન્દુલકરનો આ રેકોર્ડ

રોહિત શર્મા ICC વર્લ્ડકપ 2019માં સૌથી વધારે રન ફટકારનારો બેટ્સમેન બન્યો પરંતુ તે આ વિશ્વકપમાં સચિન તેંદુલકરનો આ રેકોર્ડ તોડી શક્યો ન હતો. સાથે જ ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સનને મેન ઓફ ધ ટુર્નામેન્ટ બનાવાયો છે. રોહિતે આ વિશ્વકપમાં સૌથી વધારે 648 રન ફટકાર્યા, પરંતુ તે સચિને એક વિશ્વકપમાં સૌથી વધારે રન ફટકારવાનો રેકોર્ડ તોડી શક્યો ન હતો. સચિને 2003માં દક્ષિણ આફ્રિકામં રમાયેલાં વર્લ્ડકપમાં 673 રન ફટકાર્યા હતા.

ન્યૂઝીલેન્ડે ભારતને સેમીફાઈનલમાં હરાવ્યુ હતુ, જેની સાથે જ રોહિતનું સચિનનો રેકોર્ડ તોડવાની રેસમાંથી બહાર થઈ ગયો હતો. રોહિતે નવ મેચોમાં 81ના સરેરાશથી 648 રન ફટકાર્યા હતા. તેમણે આ વિશ્વકપમાં પાંચ શતક લગાવ્યા અને સાથે જ તે એક વિશ્વકપમાં સૌથી વધારે સદી ફટકારનારો બેટ્સમેન બની ગયો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતીય ઓપનર બેટ્સમેવ રોહિત શર્માનો સર્વોચ્ચ સ્કોર 140 રહ્યો , તેના બાદ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર જે સચિનનો રેકોર્ડ તોડી શકે તેમ હતો. પરંતુ ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને બીજી સેમિફાઈનમાં હરાવીને વોર્નર પાસેથી પણ આ તક છીનવી લીધી હતી.

વોર્નર આ વર્લ્ડકપમાં 10 મેચોમાં 71.88ના સરેરાશ સાથે 647 રન બનાલીને સૌથી વધારે રન ફટકારનારા બેટ્સમેનની યાદીમાં બીજા સ્થાને રહ્યા હતા. વોર્નરે ત્રણ શતક અને ત્રણ અર્ધશતક બનાવ્યા હતા. શાકિબ અલ હસને આઠ મેચોમાં 86.57ની સરેરાશથી કુલ 606 રન બનાવ્યા હતા. તેમણે આ વર્લ્ચકપમાં બે શતક અને પાંચ અર્ધશતકર બનાવ્યા હતા. આ વર્લ્ડકપમાં સર્વોચ્ચ સ્કોરની યાદીમા ત્રીજા સ્થાને રહ્યા હતા, આ ત્રણ સિવાય કોઈ અન્ય બેટ્સમેન આ વર્લ્ડકપમાં કુલ 600 રન બનાવી શક્યા ન હતા.

ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમો સામ-સામે હતી. અને આ બંને ટીમોનાં એક-એક બેટ્સમેનો પાસે સચિન અને રોહિત બંનેને પછાડવાની તક હતી. ફાઈનલમાં ઉતરતા પહેલાં સચિનનો રેકોર્ડ તોડવા માટે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને 126 રનોની જરૂર હતી પરંતુ તેઓ ફાઈનલમાં 30 રન જ બનાવી શક્યા હતા. ફાઈનલ રમ્યા બાદ પણ વિલિયમ્સન સૌથી વધારે રન ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ચોથા સ્થાનની સાથે ટુર્નામેન્ટનો અંત કર્યો હતો. વિલિયમ્સનને 10 મેચોમાં 52.57ના સરેરાશ સાથે 578 રન ફટકાર્યા હતા. કીવી કેપ્ટને બે શતક અને પાંચ અર્ધશતક બનાવ્યા અને તે મેન ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા હતા.

ઈંગ્લેન્ડનાં જો રૂટને સચિનનો રેકોર્ડ તોડવા માટે 125 રન બનાવવાનાં હતા. ત્યારે ફાઈનલમાં તે ફક્ત સાત રન જ ફટકારી શક્યો હતો, તે આ વર્લ્ડકપમાં સર્વોચ્ચ સ્કોર બનાવવાની યાદીમાં પાંચમા સ્થાને રહ્યો હતો રૂટે આ વર્લ્ડકપમાં 11 મેચોમા 61.77ના સરેરાશ સાથે 556 રન ફટકાર્યા હતા. આ વર્લ્ડકપમાં તેણે ત્રણ અર્ધ શતક અને બે શતક બનાવ્યા હતા.

READ ALSO

Related posts

ઓસ્ટ્રેલિયન દિગ્ગજની ટેસ્ટ ટીમમાં 4 ભારતીય, કોહલીના બદલે બાબર આઝમને આપ્યું સ્થાન!

Bansari

ડોમેસ્ટિક ફ્લાઈટ : પ્રથમ દિવસે જ છબરડા, ફ્લાઈટો કેન્સલ થતાં મુસાફરોને પડ્યા ધરમધક્કા

Mansi Patel

ગુજરાતનાં 150 વિદ્યાર્થીઓ સિંગાપોરમાં લોકડાઉનનાં કારણે ફસાયા, મદદ માટે લગાવી ગુહાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!