GSTV
Home » News » World Cup 2019: ઇંગ્લેન્ડ રવાના થતાં પહેલાં કેપ્ટન કોહલીની હુંકાર, કહ્યું ‘ટીમ ઇન્ડિયા સૌથી સંતુલિત’

World Cup 2019: ઇંગ્લેન્ડ રવાના થતાં પહેલાં કેપ્ટન કોહલીની હુંકાર, કહ્યું ‘ટીમ ઇન્ડિયા સૌથી સંતુલિત’

30 મેથી શરૂ થવા જઇ રહેલા 12મા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા રવાના થશે. ઇંગ્લેન્ડ જતાં પહેલાં કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ મંગળવારે સંયુક્ત રૂપે પ્રેસ કોન્ફરન્સ કરી. વિરાટ કોહલીએ સ્વીકાર્યુ કે તેના માટે આ અત્યાર સુધીનો સૌથી પડકારજનક વર્લ્ડ કપ હશે. કોઇપણ ટીમ ઉલટફેર કરી શકે છે. સાથે સાથે કોહલીએ આઇપીએલને પણ આ વર્લ્ડ કપ માટે સારી તૈયારી માટે મદદરૂપ ગણાવી.

વિરાટે જણાવ્યું કે વર્લ્ડ કપમાં પરિસ્થીતિ નહી, દબાણને સંભાળવો સૌથી મુશ્કેલ છે. અમારા તમામ બોલર્સ એકદમ ફ્રેશ છે, કોઇપણ થાકેલા નથી.

કોચ શાસ્ત્રીએ જણાવ્યું કે જો અમે અમારી પૂરી ક્ષમતા સાથે રમીશું તો કપ પરત આવી શકે છે. તેના માટે મજબૂત હરિફાઇ છે. ત્યાં સુધી કે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન 2015ની તુલનામાં ઘણા મજબૂત છે. જણાવી દઇએ કે વર્લ્ડ કપ 2019 ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી 14 જુલાઇ સુધી રમાશે.

શાસ્ત્રીએ મહેન્દ્ર સિંહ ધોનીને ટીમ ઇન્ડિયાનો મોટો ખેલાડી ગણાવ્યો. તેમણે જણાવ્યું કે, વર્લ્ડ કપ ટીમમાં ધોનીની મહત્વપૂર્ણ ભુમિકા છે. આ ફોર્મેટમાં તેના કરતાં ઉમદા બીજુ કોઇ નથી. ખાસ કરીને તે પળોમાં જે ગેમ ચેન્જર સાબિત થતી હોય.

ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત 5 જૂને દક્ષિણ આફ્રિકા સામે કરશે. ટીમ 25 અને 28મેના રોજ અનુક્રમે ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ રમશે.

વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ:

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), વિજય શંકર, કેદાર જાધવ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસ્પ્રીત બૂમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી.

Read Also

Related posts

ઈજાગ્રસ્ત ખેલાડીને લઈને IPL 2020માં આવ્યો નવો નિયમ

pratik shah

ઓમ બિરલાએ યુરોપિયન સંસદના અધ્યક્ષને ભારતે બનાવેલા કાયદાને સન્માન આપવાની કરી ટકોર

Nilesh Jethva

જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર આદિવાસી પંથકના વિદ્યાર્થીઓ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!