GSTV
Home » News » વર્લ્ડકપ 1983: કપિલ દેવને બધાએ કહ્યો હતો ‘પાગલ’, બગડ્યો હતો શ્રીકાંતનો હનીમૂનનો પ્લાન

વર્લ્ડકપ 1983: કપિલ દેવને બધાએ કહ્યો હતો ‘પાગલ’, બગડ્યો હતો શ્રીકાંતનો હનીમૂનનો પ્લાન

વર્ષ 1983માં જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેડ પહોંચી ત્યારે તેને વર્લ્ડકપની દાવેદાર પણ માનવામાં આવતી નહોંતી. તેનું એક કારણ એ પણ હતું કે, 1975 અને 1979ના વર્લ્ડકપમાં ભારત માત્ર એક જ મેચ જીતી શક્યું હતું. જ્યારે 1983માં જબરજસ્ત પ્રદર્ષન કરી ભારત પહેલો વર્લ્ડકપ જીતવામાં સફળ રહ્યું.

પહેલા સ્ટેજમાં 8 ટીમો હતી અને ચાર-ચાર ટીમોનાં બે ગૃપ હતાં. દરેક ટીમે બીજી ટીમ સાથે બે-બે મેચ રમવાની હતી. પહેલા બંને વર્ડકપ જીતનાર વેસ્ટૈન્ડીઝને ભારતે જ્યારે પહેલી મેચમાં હરાવ્યું ત્યારે જ બધાને લાગવ લાગ્યું કે, કદાચ નવો ઇતિહાસ રચાઇ શકે છે. ત્યારબાદ ભારતે ઝિમ્બાબ્વેને પણ હરાવ્યું. જોકે ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇન્ડીઝ સામે હારનો સામનો કરવો પડ્યો.

ત્યારે તો બધાંને એમજ લાગવા લાગ્યું કે, ત્રીજી વાર ભારત ગૃપ સ્ટેજમંથી જ બહાર નીકળી જશે પરંતુ પછીની ઝિમ્બાબ્વે સાથેની મેચમાં કપિલદેવે ધમાકેદાર બેટિંગ કરી. ટીમનો સ્કોર 5 વિકેટે માત્ર 17 રન હતો ત્યાં કપિલે 138 બોલમાં 175 રન કર્યા. આ ઇનિંગ ક્રિકેટની યાદગાર ઇનિંગમાંની એક છે. ટિમે 8 વિકેટે 266 રન બનાવી લીધા અને ઝીમ્બાબ્વેને 38 રને હરાવ્યું.

ત્યારબાદ ઓસ્ટેલિયા અને ઈંગ્લેન્ડને પણ હરાવી ભારત ફાઇનલમાં પહોંચી ગયું. ફાઇનલ વેસ્ટઈન્ડીઝ સામે હતી. બધાંને એમજ હતું કે, ત્રીજી વાર પણ વેસ્ટઈન્ડીઝ જ વર્લ્ડકપ જીતશે. આ મેચમાં ભારત માત્ર 183 રનના સ્કોર પર ઓલઆઉટ પણ થઈ ગઈ હતી. પરંતુ પછી ભારતીય બોલરોએ જબરજસ્ત જાદુ કર્યો. કેપ્ટન કવિલ દેવની આગેવાનીમાં બરલિંદર સિંહ સિંધૂએ જબરજસ્ત વિકેટ્સ પહેલી વિકેટ ગૉર્ડન ગ્રીનિચની લીધી. ત્યારબાદ મદન લાલે રિચર્ડ્સની વિકેટ લીધી. ત્યારબાદ ભારતીય બોલરોનો ઉત્સાહ વધ્યો. મોહિદર અમરનાથ અને મદદ લાલે ત્રણ-ત્રણ વિકેટ લીધી ક્યારે સિંધૂએ બે વિકેટ અને રોજર બિન્ની અને કપિલ દેવે એક-એક વિકેટ લીધી માત્ર 140 રનમાં જ વેસ્ટઈન્ડીઝની ટીમને પેવેલિયનભેગી કરી દીધી. આમ ભારત 1983માં પહેલીવાર વર્લ્ડકપ જીતી ગયું.

1983 ના વર્લ્ડપક સાથે સંકળાયેલ એક ખૂબજ રસપ્રદ કિસ્સો છે. માર્ચ 1983માં ઓપનર કૃષ્નામાચારી શ્રીકાંતનાં લગ્ન થયાં હતાં. પ્લાન એ હતો કે, ઈંગ્લેન્ડ બાદ અમેરિકા જતો રહે, જેથી વેકેશન લઈ શકે. પરંતુ ભારત જ્યારે વર્લ્ડકપ જીતી ગયું ત્યારે શ્રીકાંતનો પ્લાન સમેટાઇ ગયો. તેને પણ અમેરિકાની ટિકિટ રદ કરવી પડી અને ભારત પાછા આવવું પડ્યું. ત્યારબાદ શ્રીકાંતે જણાવ્યું હતું કે, તેમણે જે ટિકિટ કેન્સલ કરી એ માટે કપિલ દેવ પર તેમના 10 હજાર રૂપિયા ઉધાર છે.

ટીમને પણ એ વાતમાં વિશ્વાસ નહોંતો કે તેઓ વર્લ્ડકપ જીતી જશે. વર્લ્ડકપની સફર યાદ કરતાં શ્રીકાંતે પછીથી જણાવ્યું હતું કે, જ્યારે એક મીટિંગમાં કપિલ દેવે કહ્યું કે, આપણે જીતવાનું જ છે તો અમને એમ જ લાગ્યું કે આ પાગલ થઈ ગયા છે. વેસ્ટઈન્ડીઝને હરાવશું? ત્યારબાદ બધાંએ જીતનો શ્રેય કપિલ દેવને આપ્યો.

Related posts

હોસ્પિટલમાં થયો ફિલ્મી સીન, બાળકીનો જન્મ થયો તો એક બે નહીં… ત્રણ ત્રણ વ્યક્તિએ કર્યો દાવો ‘હું તોનો પિતા છું’

Arohi

ભારતની સંસદ કોનાથી બને છે? જાણો જનરલ નૉલેજના આવા જ 10 સવાલ-જવાબ

Bansari

નાની ઉંમરમાં જ બાળકોને મગફળી આપવાથી ઘટી શકે છે એલર્જીનો ખતરો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!