GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

વિશ્વભરમાં ચેપગ્રસ્તોની સંખ્યા 57 લાખને પાર પહોંચી, 3 લાખથી વધુ લોકોનું નિપજ્યું કરૂણ મોત

વિશ્વભરમાં કોરોનાનો ભરડો વધ્યો છે, દુનિયાભરનાં વૈજ્ઞાનિકો આ વાયરસની રસીની શોધમાં તમામ પ્રકારનાં પ્રયત્નો કરી રહ્યા છે. જ્યારે આ વાયરસનાં કારણે દુનિયાભરમાં કેસની સંખ્યા 57.88 લાખને પાર પહોંચી છે. 3.57 લાખથી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે. અત્યાર સુધીમાં 24.94 લાખ લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. દુનિયામાં અમેરિકા બાદ બ્રાઝિલમાં કોરોનાના કેસની સંખ્યા 4.14 લાખ  અને 25 હજારથી વધુ લોકોના મોત થયાં

વિશ્વભરમાં કોરોનાનો ભરડો વધ્યો

  • દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા ૫૭.૮૮ લાખને પાર
  • અત્યાર સુધીમાં ૩.૫૭ લાખ લોકોના મોત
  • અમેરિકા બાદ બ્રા ઝિલમાં સૌથી વધુ હોસ્પિટલમાં દાખલ દર્દી
  • બ્રાઝિલમાં ૪.૧૪ લાખ કેસ, રશિયામાં ૩.૭૦ લાખ કેસ

3.57 લાખથી વધુ લોકોના કોરોનાથી મોત થયા

રશિયામાં 3.70 લાખ કેસ નોંધાયા છે. સ્પેનમાં 2.83 લાખ કેસ અને 27 હજારથી વધુ લોકોના મોત થયા. યુકેમાં 2.67 લાખ કેસ અને 37 હજારથી વધુ લોકોના મોત થયા છે. તો ઈટાલીમાં 2.31 લાખ કેસ અને 33 હજારથી વધુ લોકોના મોત થયા છે. સમગ્ર વિશ્વમાં જીવલેણ વાયરસનો પ્રકોપ યથાવત છે, ત્યારે આ વાયરસની અસર અમેરીકામાં વધી રહી છે. ત્યારે આ ઘાતક બિમારીએ યુએસની કમર તોડી નાખી છે. જ્યારે અમેરિકામાં જીવલેણ કોરોનાના કેસની સંખ્યા 17.45 લાખને પાર પહોંચી છે. જ્યારે કે, એક લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે.

અમેરિકામાં કોરોનાના કેસ ૧૭.૪૫ લાખને પાર

  તો બીજી તરફ કોરોનાએ અમેરિકાના અર્થતંત્રને સંપૂર્ણ રીતે ધ્રુજાવી નાખ્યુ છે. અમેરિકામાં 80 વર્ષની ટોચ પર બેરોજગારી દર પહોંચ્યો છે. કોરોનાના કારણે મોટા ભાગના લોકોએ પોતાની રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે.

  • અમેરિકામાં કોરોનાના કેસ ૧૭.૪૫ લાખને પાર
  • અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોના થયાં મોત
  • અમેરિકામાં ૮૦ વર્ષની ટોચ પર બેરોજગારી દર

અમેરિકમાં ૮૦ વર્ષની ટોચ પર બેરોજગારી દર

સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને કહ્યું કે, અમેરિકામાં 62 હજાર 344 સ્વાસ્થ્ય કર્મચારીઓ સંક્રમિત થયા છે અને 291 કર્મચારીના મોત થયા છે. અમેરિકામાં સતત વધી રહેલા કેસ બાદ ટ્રમ્પની ચિંતામાં વધારો થયો છે.  તો બીજી તરફ ટ્રમ્પે બ્રાઝિલથી આવતા મુસાફરો પર પ્રતિબંધ લગાવ્યો. ટ્રમ્પે આ અગાઉ યુકે,યુરોપ અને ચીનથી અમેરિકા આવવા માગતાં લોકો પર પ્રતિબંધ મુકેલો જ છે. જો કે આ પ્રતિબંધ અમેરિકન નાગરિકો અને કાનુની રીતે કાયમી રહેવાસીઓને લાગુ પડતો  નથી.

READ ALSO

Related posts

અમેરિકામાં કોરોના દર્દી સાથે પાર્ટીનો ચાલ્યો છે ટ્રેન્ડ, સૌથી પહેલા સંક્રમિત થનારને મળે છે પૈસા

Harshad Patel

ચીન સાથે તણાવનું રિઝલ્ટ શૂન્ય, ભારત પાસે છે હવે આ 3 વિકલ્પો

Harshad Patel

એપ્લિકેશન મામલે પણ ભારત બનશે આત્મનિર્ભર, મોદીએ આજે આ એપ ઇનોવેશન ચેલેન્જની કરી મોટી જાહેરાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!