GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

વિશ્વમાં ઘાતક વાયરસનો ભરડો વધ્યો, જીવલેણ મહામારીનાં ચેપગ્રસ્તોની સંખ્યા એક કરોડ 13 લાખ 72 હજારને પાર

દુનિયામાં જીવલેણ કોરોનાના કેસની સંખ્યા એક કરોડ 13 લાખ 72 હજારને પાર થઈ છે. તો અત્યાર સુધીમાં 5.32 લાખ લોકોના મોત થયા છે. દુનિયામાં સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે. અહી 29 લાખ 35 હજાર કેસ અને 1.32 લાખ લોકોના મોત થયા છે. બ્રાઝિલમાં 15.78 લાખ કેસ અને 64 હજાર જેટલા લોકોના મોત થયા છે.

બ્રાઝિલમાં 15.78 લાખ કેસ અને 64 હજાર જેટલા લોકોના મોત થયા

તો રશિયામાં પણ કેસ વધ્યા છે. અહી 6.74 લાખ કેસ અને 10 હજાર જેટલા લોકોના મોત થયા છે. તો ભારત દુનિયામાં કોરોનાના કેસની સંખ્યામાં ચોથા ક્રમે છે. ભારત બાદ પેરુ, સ્પેન અને યુકે સહિતના દેશમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે.

ભારત બાદ પેરુ, સ્પેન અને યુકે સહિતના દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો

વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા 1 કરોડ અને 13 લાખને પાર કરી ગઈ છે. બીજી તરફ હવે બધાજ દેશો કોરોના માટે ચીનને જવાબદાર ગણાવી રહ્યા છે. ફરી એક વાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર આક્ષેપ કર્યા છે. તેમણે એવું કહ્યું છે કે કોરોના મહામારીની પૂર્ણ જવાબદારી ચીને ઉઠાવી પડશે.

કેસની સંખ્યા 1 કરોડ અને 13 લાખને પાર

આપને જણાવી દઈએ કે કોરોના સંક્રમણ સૌથા વધારે અમેરિકામાં ફેલાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીયા રોજના 50 હજાર કરતા વધું કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવું કહ્યું છે કે હાલ તેઓ બને તેટલા માસ્ક અને સર્જિકલ ઉપકરણનું ઉત્પાદન કરી રહ્યા છે. પરંતુ તેમણે એવું પણ કહ્યું કે ચીનમાં આ વાયરસ અને અન્ય બીમારી ફેલાઈ ત્યારે ચીને કોઈને જાણ ન કરી.જેના કારણે હવે આ વાયરસ પૂરી દુનિયામાં ફેલાયો છે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે કોરોના મહામારી માટે ચીનનેજ જવાબદાર ગણવો જોઈએ ચીને પણ હવે સ્વીકરવું જોઈએ કે તેના કારણે કોરોના મહામારી સર્જાઈ છે.

READ ALSO

Related posts

LICની આ પોલીસીમાં રોકાણ કરી મહિને એક સાથે લઈ શકશો 4 લાખ રૂપિયાનું પેન્શન

Pravin Makwana

અમેરિકાનો માસ્ટરસ્ટ્રોક : ચીન, ઈરાન અને પાકિસ્તાનને લાગશે ઝટકો, ઈઝરાયેલ મેદાનમાં આવ્યું

Mansi Patel

અમેરિકાએ નાગરિકોને પાકિસ્તાન જવાની કરી મનાઈ : આ છે 3 મોટા કારણો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!