GSTV

બ્રિટનમાં કોરોનાનું સંક્રમણ વધતાં નિયંત્રણો ફરી લદાયા, અમેરિકા-ચીનમાં સ્થિતિ અતિગંભીર

કોરોના

Last Updated on August 1, 2020 by Bansari

ચીનના મુસ્લિમ બહુમતિ ધરાવતાં ઉઇગર પ્રાંતમાં આજે સતત ત્રીજા દિવસે કોરોનાના 127 નવા કેસો નોંધાયા હતા. જેમાંથી 123 સ્થાનિક ચેપના કેસો હતા.ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું કે ચીનમાં આ સતતત ત્રીજે દિવસે 100 કરતાં વધારે કોરોનાના કેસો નોંધાયા છે. જો કે, કોરોનાના કારણે કોઇનું મોત થયાનું નોંધાયું નથી. જેમનામાં કોરોનાના લક્ષણો વરતાતા નથી તેવા કુલ 246 કેસો નોંધાયા છે જેમાં 93 મેઇનલેન્ડ ચીનની બહાર નોંધાયેલાં છે.

અમેરિકાના 18 સ્ટેટમાં કેસની સંખ્યા બમણી

બીજી તરફ અમેરિકામાં જુલાઇ મહિનામાં કોરોનાના કારણે મરણાંક વધીને 25000 થયો હતો. જ્યારે 18 સ્ટેટમાં કેસોની સંખ્યા વધીને બમણી થઇ હતી. અમેરિકામાં નોંધાયેલાં કુલ 4.5 મિલિયન કેસોમાંથી 1.8 મિલિયન કેસો તો જુલાઇ મહિનામાં જ નોંધાયા હતા.જુલાઇમાં સૌથી વધારે ત્રણ લાખ કરતાં વધારે કોરોનાના કેસો ફલોરિડામાં નોંધાયા હતા. ત્યાર બાદ કેલિફોનયા અને ટેક્સાસમાં 2,50,000 લાખ કેસો નોંધાયા હતા. આ ત્રણ રાજ્યોમાં જુન મહિનામાં પણ કેસોની સંખ્યા બમણી નોંધાઇ હતી.જુલાઇ મહિનામાં અમેરિકાના 50 રાજ્યોમાંથી 33 રાજ્યોમાં કોરોનાના કેસોના દૈનિક વધારાના વિક્રમ સર્જાયા હતા તો 19 રાજ્યોમાં કોરોનાના દૈનિક મરણાંકના વિક્રમ સર્જાયા હતા.

બ્રિટનમાં વકર્યો કોરોના

દરમ્યાન બ્રિટનમાં કોરોનાના કેસોની સંખ્યા વધવાને પગલે બ્રિટિશ વડા પ્રધાન બોરીસ જ્હોન્સને નિયંત્રણોમાં છૂટ આપવાના પગલાં મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.સરકારી આંકડાઓને ટાંકી જ્હોન્સને જણાવ્યું હતું કે મે મહિના પછી પહેલીવાર ઇન્ગ્લેન્ડમાં કોરોના વાઇરસની વધી છે. તેમણે સિનેમા, શોપિંગ અને સુપરમાર્કેટમાં તથા જાહેર પરિવહનમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું હતું. હવે પંદરમી ઓગસ્ટ સુધી કેસિનો, બોલિંગ એલી, સ્કેટીંગ રિન્ક અને ઇન્ડોર પરફોર્મન્સ બંધ રહેશે.

લગ્નના રિસેપ્શનમાં પણ 30 જણાની સંખ્યામર્યાદા લાદવામાં આવી છે. સરકારી આંકડા અનુસાર દરરોજ 2800 નવા ચેપ લાગી રહ્યા છે. અને કોરોનાના કુલ કેસોની સંખ્યા ઇન્ગ્લેન્ડમાં 28,000 પર પહોંચી છે. જો કે, વડા પ્રધાને લોકડાઉનના નિયંત્રણો ઉઠાવવામાં સરકારે ઉતાવળ કરી હોવાના આક્ષેપને નકારી કાઢયો હતો.

અમેરિકામાં કોરોનાનો ચેપ ધરાવનાર પ્રથમ શ્વાનનું મોત

બડ્ડી નામના જર્મન શેફર્ડ શ્વાનનું કોરોનાના ચેપને કારણે મોત થયું છે. કોરોનાના ચેપને કારણે મૃત્યુ પામનાર આ પહેલો શ્વાન છે. અમેરિકાના કૃષિખાતાની નેશનલ વેટરનરી સવસ લેબોરેટરીઝે જાહેર કર્યું હતું કે અમેરિકામાં કોરોનાનો ચેપ ધરાવનાર આ પ્રથમ શ્વાન હતો.

શ્વાનના એક માલિક રોબર્ટ મહોનીને કોરોનાનો ચેપ લાગેલો હતો. એપ્રિલ મહિનામાં બડ્ડીને શ્વાસ લેવાની તકલીફ શરૂ થઇ હતી. જે વણસી જતાં તેણે લોહીના ગઠ્ઠાની વોમિટ કરવા માંડતા તેને 11 જુલાઇએ મારી નાંખવામાં આવ્યો હતો.

તેના રક્તની તપાસ કરતાં એવો નિર્દેશ મળ્યો હતો કે તેને ઇમ્યુન સિસ્ટમનું કેન્સર પણ હોઇ શકે છે. બડ્ડીના મોતમાં કોરોનાના વાઇરસે ભૂમિકા ભજવી છે કે કેમ તે જાણી શકાયું નથી. કોરોના વાઇરસ માણસમાંથી પ્રાણીઓમાં ફેલાય છે. હોંગકોંગમાં પણ બે શ્વાનને કોરોનાનો ચેપ લાગ્યો હોવાના અહેવાલ મે મહિનામાં પ્રકાશિત થયા હતા.

Read Also

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

હોમ લોનને લઇ SBIની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી મળશે આ સુવિધા: જલદી લાભ ઉઠાવો

Zainul Ansari

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!