GSTV
India News World ટોપ સ્ટોરી

કોરોનાની બ્રેક ફેલ / વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 34.65 લાખ કેસ, ભારત સહિતના દેશોમાં પિક પર COVID

કોરોના

ભારત સહિત આખા વિશ્વમાં કોરોના હાલ પિક પર છે. આજ રોજ ભારતમાં 3 લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે, જે એક રેકોર્ડ છે. પહેલી અને બીજી લહેરમાં આટલી મોટી સંખ્યામાં કોરોના કેસો નોંધાયા હતા. ત્યારે વિશ્વમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 34.65 કેસ નોંધાયા છે. અમેરિકામાં સૌથી વધુ 7.10 લાખ કોરોનાના નવા કેસ નોંધાયા છે.

હાલ આખા વિશ્વમાં કોરોના પિક પર છે. વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં જ 34.65 લાખ કેસ નોંધાયા છે. અમેરિકામાં 24 કલાકમાં જ 7.10 લાખ કેસ નોંધાયા છે. અમેરિકામાં કુલ કેસ 7 કરોડની પાર જતા રહ્યા છે. ફ્રાન્સમાં પણ કોરોનાની બ્રેક ફેલ થઈ ગઈ હોય એવું લાગે છે. ત્યાં 24 કલાકમાં જ 4.36 લાખ કેસ નોંધાયા છે. બ્રાઝીલમાં કોરોનાએ ફરી રફતાર પકડી છે. ત્યાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ નવા કેસ નોંધાયા છે. ઇટાલીમાં 24 કલાકમાં 1.92 લાખ કેસ, જ્યારે સ્પેનમાં 24 કલાકમાં 1.57 લાખ નવા કેસ નોંધાયા છે. ઉપરાંત આર્જેન્ટિનામાં 24 કલાકમાં 1.28 લાખ કેસ નોંધાયા છે. જર્મનીમાં 24 કલાકમાં 1.21 લાખ કેસ, જ્યારે UKમાં 24 કલાકમાં 1 લાખથી વધુ કેસ નોંધાયા છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કોરોનાના કેસોમાં આજે ગુરુવારે રેકોર્ડબ્રેક વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3 લાખથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. આ આઠ મહિના પછી થયું. છેલ્લા 24 કલાકમાં 3,17,532 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. તેની સાથે ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધીને 9,287 થઈ ગઈ છે. તેની સાથે જ 491 લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ હાલ દેશમાં કોરોનાના 19,24,051 એક્ટિવ દર્દી છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ લાખથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે, જ્યારે 2,23,990 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલ ડેલી પોઝિટિવિટી રેટ 16.41 ટકા છે, જ્યારે વિકલી પોઝિટિવિટી રેટ 16.06 ટકા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે 19 જાન્યુઆરી સુધી દેશમાં 70,93,56,830 કોવિડ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી ગઈકાલે દેશમાં 19,35,180 સેમ્પલોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

corona

મહારાષ્ટ્ર ગત લહેરોની જેમ આ વખતે પણ કોરોનાની ઝપટમાં સૌથી ખરાબ રીતે ફસાઈ ગયો છે.મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 43,697 નવા કેસ નોંધાયા છે અને 46,591 સાજા થયા છે. ત્યાં કોવિડને કારણે 49 લોકોના મોત થયા છે. હાલમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 2,64,708 એક્ટિવ કેસ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

Anemia in Indian Population : રક્તકણની ઉણપ ધરાવતા દેશના બાળકોમાં 9%નો વધારો, 67% બાળકો એનિમિક; નેશનલ હેલ્થ સર્વેમાં ખુલાસો

GSTV Web Desk

અમેરિકા અમને બદનામ કરવાનું બંધ કરે ‘બીજા શીતયુદ્ધ’ની ટીકા સામે ચીનનો વળતો પ્રહાર

GSTV Web Desk
GSTV