GSTV

ઈટલી અને અમેરિકાની જેમ ભારતમાં કોરોનાની છે સ્પીડ, આ દેશોમાં તબાહી વાંચશો તો ક્યારેય ઘરમાંથી બહાર નહીં નીકળો

કેસ

દેશમાં 21 દિવસના લોકડાઉન છતાં પણ મોદી સરકાર કેસોને રોકવામાં સફળ રહી શકી નથી. દેશમાં કોરોનાના આંક સતત વધી રહ્યાં છે. આજે લોકડાઉનનો બીજો દિવસ છે. દેશમાં અત્યારસુધીમાં 649 કેસો નોંધાઈ ચૂકયા છે. ગુજરાતમાં પોઝિટીવ કેસોની સંખ્યા 43એ પહોંચી છે. અમદાવાદમાં 17 કેસ પોઝિટીવ છે. ગાંધીનગરમાં 6, સુરતમાં 7 વડોદરામાં 8, રાજકોટમાં 4, કચ્છમાં 1 અને ભાવનગરમાં એક કેસ પોઝિટીવ મળી આવ્યો છે. હાલમાં 761 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. ગઈકાલ રાત સુધી ગુજરાતમાં 39 કેસ જ હતા. આજે અમદાવામાં 01, સુરતમાં 01, ભાવનગરમાં 01 અને ગાંધીનગરમાં 01 કેસ વધ્યો છે. કોરોના વાઈરસની મહામારી વિશ્વના 195 દેશમાં ફેલાઈ ચૂકી છે. આ મહામારીમાં અત્યાર સુધીમાં વિશ્વભરમાં 21,284 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 4 લાખ 71 હજાર લોકો તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. એક લાખ 14 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ચીનથી શરૂ થયેલા આ વાઈરસે સૌથી મોતી તબાહી ઈટાલીમાં મચાવી છે. અહીં 7503 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 683 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં એક દિવસમાં 5210 નવા કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસ 74386 થયા છે. કોરોના વાઈરસના સંક્રમણના કારણે સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 656 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં મૃત્યુઆંક 3647 પહોંચી ગયો છે.

વિશ્વમાં કોરોના વાયરસની સ્થિતિ

દેશમોત કેસ
ઈટાલી750373386
સ્પેન364749515
ચીન328781285
ઈરાન207727017
ફ્રાન્સ133125233
અમેરિકા102768203
બ્રિટન4659529
નેધરલેન્ડ3656412
જર્મની20637323
બેલ્જિયમ1784937
સ્વિત્ઝરલેન્ડ15310897
દ. કોરિયા1269137
સ્વિડન622526
બ્રાઝીલ592554
તુર્કી592433
ઈન્ડોનેશિયા58790
જાપાન451307
પોર્ટુગલ432995
ફિલિપાઈન્સ38636
કેનેડા363409
ડેનમાર્ક341724
ઓસ્ટ્રિયા315588
ઈરાક29346
ભારત 12657
પાકિસ્તાન 81063
બાંગ્લાદેશ539

દેશમાં મોતનો આંક 17એ પહોંચ્યો છે. કોરોના વાયરસથી મોતનો આંક સતત વધી રહ્યો છે. ભારત એ ઇટલી અને અમેરિકાની સ્પીડે આગળ વધી રહ્યું છે. અમેરિકાના ન્યૂયોર્કની સ્થિતિ જોઈએ તો માર્ચ 5નાં રોજ માત્ર 11 કેસ હતા. માર્ચ 10નાં રોજ 176 કેસ હતા. માર્ચ 15નાં રોજ 729 કેસ અને માર્ચ 25નાં રોજ આ કેસનો આંક 30,811એ પહોંચ્યો છે. અમેરિકામાં તો આ આંક 50 હજારને પાર કરી ગયો છે.


આ જ સ્થિતિ ઈટલીની પણ છે. ઈટલીમાં માર્ચ 1ના રોજ પોઝિટીવ કેસોની સંખ્યા 1,694 હતી. માર્ચ 7નાં રોજ 5,883 કેસ, માર્ચ 13નાં રોજ 17,760 કેસ અને માર્ચ 25નાં રોજ કેસોની સંખ્યા 74,386એ પહોંચી હતી. ઇટલી, અમેરિકા બાદ હવે ભારતનો વારો છે. ભારત ઈટલી અને અમેરિકાની પાછળ જ દોડી રહ્યું છે. આપણે તેમના કરતાં 15થી 20 દિવસ પાછળ છીએ. આગામી દિવસોમાં ભયંકર સ્થિતિ આવી શકે છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના મુદ્દે હાલની સ્થિતિ અંગે માહિતી આપી છે. બુધવારે અમદાવાદમાં કોરોનાને કારણે એક દર્દીનું મોત થયા બાદ આજે સવારે ભાવનગરમાં કોરોનાને કારણે એક મોત નિપજ્યું છે. ભાવનગરમાં 70 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. ગુજરાતમાં 24 કલાકમાં 2નાં મોત થયા છે.

ભારતમાં કોરોનાનો ફેલાવો

કોરોનાના સંકટના કારણે દેશભરમાં લાગુ થયેલા લોકડાઉન વચ્ચે દર્દીઓની સંખ્યા અને મોતના આંકડામાં વધારો નોંધાયો છે.આજે જમ્મુ કાશ્મીરમાં એક પ્રૌઢનું મોત થતા મૃત્યુઆંક 17 થયો છે.દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 649 થઈ છે.જેમાં 14 લોકોના મોત થયા છે. 42 લોકો સારવાર લઈને સ્વસ્થ્ય થાય એટલે કે 26 પ્રદેશમાં કોરોનાના પોઝિટીવ કેસ છે.સૌથી વધુ મહારાષ્ટ્રમાં કરોનાના 125 કેસ છે.જેમાં ત્રણ લોકોના મોત થયા છે.કેરળમાં 101 લોકો સંક્રમિત છે..જ્યારે ઉત્તર પ્રદેશમાં દર્દીઓની સંખ્યા 36 થઈ છે.

સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર

સમગ્ર દુનિયામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 19 હજાર 246 હજારને પાર થયો છે. ચાર લાખ ,27 હજારથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. કોરાનાના કારણે ભારતમાં 21 દિવસના લોકડાઉનનો આજે બીજો દિવસ છે.કોરોનાના કારણે ઈટાલીમાં કુલ મૃત્યુઆંક સાત હજારને પાર થયો છે. કોરોનાના કારણે ઈટાલી બાદ હવે સ્પેનમાં પણ મોતનો આંકડો સતત વધી રહ્યો છે અને સ્પેનમાં 738 લોકોના વધુ મોત થયો છે. જેથી સ્પેનમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ત્રણ હજાર ચારસોનો પાર થયો. ઈરાનમાં કોરોનાથી વધુ 143 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 2077 સુધી પહોંચી ગયો છે. શ્રીલંકામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 100ને પાર થઈ છે.

Related posts

તલબિગીઓ પાંચ ટ્રેન મારફતે અલગ અલગ સ્થળે કરી હતી મુસાફરી, અનેક રાજ્યોમાં ચિંતા

Pravin Makwana

ગુજરાતના 4 શહેરના 10 વિસ્તારોને સરકારે કલસ્ટર કવોરંટિન જાહેર કર્યા, અમદાવાદમાં સૌથી વધારે ખતરો

Karan

સોશિયલ મીડિયા પર ભૂલથી પણ ના કરતા ટિકા-ટીપ્પણી, અમદાવાદનો યુવક જેલભેગો થયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!