GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

દુનિયા કોરોનાના ભરડામાં: સંક્રમિતોની સંખ્યા 65 લાખની નજીક, અમેરિકા-રશિયા-બ્રાઝીલમાં તબાહી

Corona

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે જનજીવન ખોરવાયું છે અને અત્યાર સુધીમાં વિશ્વમાં કોરોનાના કુલ 64 લાખ 84 હજાર અને 939 કેસ નોંધાયા છે અને 3 લાખ 82 હજાર લોકો મૃત્યું પામ્યા છે. જોકે 30 લાખ 10 હજાર અને 483 લોકો કોરોનાનો ભોગ બન્યા બાદ સાજા પણ થયા છે.

બ્રાઝીલ અને રશિયામાં પણ કોરોનાનો કાળો કેર

અમેરિકામાં કોરોનાનો સૌથી વધુ કહેર જોવા મળ્યો છે. જ્યા અત્યાર સુધીમાં 18 લાખ 81 હજાર 205 કેસ નોંધાઈ ચૂક્યા છે. અને તે પૈકી 1 લાખ 8 હજાર લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. ત્યારબાદ બીજા નંબરે બ્રાઝીલ આવે છે. જ્યા અત્યાર સુધીમાં કોરોનાના 5 લાખ 58 હજાર 237 કેસ નોંધાયા છે અને તે પૈકી 31 હજાર 309 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. ત્રીજા નંબરે રશીયામાં કોરોનાના 4 લાખ 23 હજાર 741 કેસ નોંધાયા છે. જે પૈકી ત્યા 5037 લોકોના મોત નિપજ્યા છે.

કોરોના

ભારતમાં 2 લાખનો આંક પાર થતા થયા 125 દિવસ

દેશમાં કોરોના સંક્રમણની ગતિ હવે તેજ બની રહી છે. દેશમાં અત્યાર સુધી 207970 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. દેશમાં કોરોના પોઝીટીવ આંક 2 લાખને પાર થતાં 125 દિવસનો સમય લાગ્યો છે. દેશમાં કોરોનાને લઈને અત્યાર સુધી 5829 લોકોના મોત પણ થયા છે. દેશમાં અન્ય દેશોની સરખામણીએ 2 લાખનો આંક પાર થતાં 125 દિવસ લાગ્યા છે જ્યારે અમેરિકા સહિત અન્ય 6 દેશોમાં કોરોના સંક્રમણના આંક 2 લાખ પહોંચવામાં ભારતથી બહુ ઓછા દિવસો લાગ્યા હતા. દેશમાં કોરોના પોઝીટીવનો આંક 2 લાખને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે કોરોના પોઝીટીવ ભારતમાં આવ્યા છે. ભારતમાં 2 જૂનના દિવસે 8821 કોરોના પોઝીટીવ આવ્યા છે. તો 221 લોકોના મોત પણ થયા છે. દેશમાં છેલ્લા 7 દિવસમાં 50 હજાર જેટલા પોઝીટીવ આવ્યા છે. દેશમાં કોરોનાની રફતાર ચાલુ જ છે. દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ 31 મેના રોજ 8789 નોંધાયા હતા. દેશમાં સૌથી વધુ મોતની સંખ્યા પણ એ જ દિવસે 222 થઈ હતી.

Corona

વિશ્વના સૌથી વધુ સંક્રમિત દેશોમાં 2 લાખનો આંક પાર થતા લાગેલો સમય

દેશદિવસો
અમેરિકા72 દિવસ
બ્રાઝિલ79 દિવસ
સ્પેન82 દિવસ
ઈટાલી89 દિવસ
યુકે97 દિવસ
રશિયા101 દિવસ
ભારત125 દિવસ

રિકવરી દરમાં ભારત વિશ્વમાં 3 જા સ્થાન પર પહોંચ્યું

અમેરિકામાં કોરોના સંક્રમણ સૌથી વધુ છે. અમેરિકામાં કોરોના પોઝીટીવ નો આંક 2 લાખને પાર થતાં ફક્ત 72 દિવસ લાગ્યા હતા. જ્યારે બ્રાઝીલમાં 79 દિવસોમાં કોરોનાનો આંક 2 લાખને પાર થયો હતો. સ્પેનમાં 82 દિવસે, ઈટાલીમાં 89 દિવસે, યુકેમાં 97 દિવસે, રશિયામાં 101 દિવસે અને ભારતમાં 125 દિવસે 2 લાખનો આંક પાર થયો છે. દેશમાં કોરોના સંક્રમિત સૌથી વધુ અસરગ્રસ્ત 7 દેશોમાં સ્પેનમાં સૌથી વધારે રિવકરી રેટ મળ્યો છે. રિકવરી દરમાં ભારત વિશ્વમાં 3 જા સ્થાન પર પહોંચ્યું છે. વિશ્વના અન્ય દેશોની તુલનામાં સૌથી વધુ વસતી હોવા છતાં ભારતમાં સંક્રમણ ફેલાવાનો દર ખૂબ જ ધીમો રહ્યો છે. દેશમાં 2 હજાર કેસ પણ નહોતા ત્યારે દેશમાં લોકડાઉન અમલમાં રહેતાં કોરોના સંક્રમણના આંક 2 લાખ થવામાં અન્ય દેશોની સરખામણીમાં ઘણો સમય લાગ્યો છે. અમેરિકામાં સૌથી ઝડપી 72 દિવસમાં બે લાખથી વધારે લોકો કોરોના પોઝિટિવ થયા હતા. ભારતમાં આ આંકડો 125 દિવસમાં આવ્યો છે.

Read Also

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!