સ્પેન અને ફ્રાંસ સહિતના યૂરોપના દેશો કોરોના સંક્રમણ મામલે રાહતનો શ્વાસ લઇ રહયા હતા ત્યારે ફરી કોરોના સંક્રમણ વધી રહયું હોવાના સંકેતો મળ્યા છે. સ્પેનના વડાધાન પેટ્રો સાચેઝે તો દેશમાં ફરી ઇમરજન્સીની જાહેરાત કરી છે એટલું જ નહી રાત્રી દરમિયાન કરફૂયુ પાલન કરવાના આદેશ અપાયા છે. આ આદેશ પાલનમાંથી સ્પેનના કેનેરી ટાપુઓને પણ બાકાત રાખવામાં આવ્યા નથી. નવાઇની વાત તો એ છે કે રાત્રે ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધીનો કરફર્યુ મે ૨૦૨૧ સુધી રહેવાનો છે. આવી જ રીતે કોરોનાકાળનો સૌથી વધારે ભોગ બનેલા ઇટલીએ પણ ભૂતકાળના અનૂભવોને ધ્યાનમાં લઇને થિએટર, રેસ્ટોરેન્ટ અને બારને લઇને નવા નિયમો લાગુ પાડયા છે. સ્પેન અને ઇટલીમાં સરેરાશ ૨૦ હજાર જેટલા કોરોના પોઝિટિવ કેસ આવતા હાહાકાર મચી ગયા છે.

ફ્રાંસની વાત કરીએ તો ફ્રાંસમાં એક જ દિવસમાં ૫૨ હજાર નવા કેસ નોંધાયા છે. જો કે અંદાજ મુજબ સંક્રમિત લોકોનો આંકડો ૧ લાખ ગણવામાં આવે છે. આ સાથે ફ્રાંસમાં પણ કોરોના વાયરસે ફરી ઉપાડો લેવાનું શરુ કર્યું છે. કોરોના મહામારીની શરુઆત થઇ પછી ફ્રાંસમાં આટલા રેકોર્ડતોડ દર્દીઓ એક જ દિવસમાં નોંધાયા નથી. ગત રવિવારના રોજ ટેસ્ટ કરવામાં આવેલા લોકોમાંથી કુલ ૧૭ ટકાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે જે લોકોમાં લક્ષણો જોવા મળતા નથી ટેસ્ટ કરાવતા નથી તેમનો ડેટા જોવા મળતો નથી. જો એને પણ ઉમેરવામાં આવે તો પોઝિટિવ કેસોની સંખ્યા વધારે હશે. ફ્રાંસમાં અત્યાર સુધી કુલ ૧૧ લાખથી વધુ કોરોના સંક્રમણ કેસ નોંધાયા છે અને ૩૪ હજારથી વધુના મોત થયા છે.

આવા સમયે એક જ દિવસમાં ૫૨ હજારે કેસ નોંધાવા એ ચોકકસ ચિંતાનો વિષય છે. ફાંસે પણ કડક પગલા ભરવા માંડયા છે. લોકોને કામ સિવાય ઘરની બહાર નહી નિકળવાની સૂચના આપવામાં આવી છે. જો કે ફાંસે, ઇટલી અને સ્પેન જેવા દેશના નાગરિકો લોકડાઉન અને ઇમરજન્સીના પગલા સામે વિરોધ કરી રહયા છે. એક તો અર્થતંત્ર ભાંગી પડયું છે બીજુ કે નિયમોના કારણે જીવન પાટા પરથી ઉતરી રહયું છે આથી લોકોએ વિરોધ પ્રદર્શન શરુ કર્યા છે. ઇટલીથી પ્રાપ્ત સમાચાર મુજબ રોમમાં કટ્ટર રાષ્ટ્રવાદી પક્ષોએ કરફયૂના વિરોધમાં રોડ પર પ્રદર્શન કરીને આગચંપી કરી હતી. આમ શિયાળો શરુ થવાની સાથે જ યૂરોપમાં કોરોના સંક્રમણ વધવાની શરુઆત ભારત પણ ચિંતાજનક સમાચાર જણાય છે.
READ ALSO
- ગુજરાતમાં આમ આદમી પાર્ટીને અશોક ગેહલોતથી વાંધો કેમ છે?
- ભગવંત માને પંજાબના નેતાઓની ફ્રી રેવડી બંધ કરી
- મોટા સમાચાર / ફ્લેટ પર પડ્યો મેટ્રો રેલનો લોખંડનો પિલર, ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમ
- ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ
- શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ